Abtak Media Google News

મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા નજીક આવતીકાલે લો-પ્રેશર સર્જાશે: વાતાવરણમાં આવશે પલ્ટો

અબતક-રાજકોટ

Advertisement

સૌરાષ્ટ્રમાં હજી શિયાળાની સિઝનને બરાબર જમાવટ લીધી નથી ત્યાં ફરી એકવાર કમૌસમી વરસાદની દહેશત ઉભી થયા પામી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી ગુરૂવારે, શુક્રવારે માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર સર્જાયાની સંભાવના છે. જેની અસર તળે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઠંડીનું જોર પણ ઘટશે આગામી ગુરૂવારે અને શુક્રવારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ માવઠાની સંભાવના રહેલી છે. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હતો આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 42 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5 કિ.મી. પ્રતિકલાક રહ્યા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.