Abtak Media Google News

પ્રભુના ગુણોને જીવનમાં આત્મસાત કરીને હજારો હજારો હૃદયમાં પૂજનીય સન ધરાવી રહેલાં પ્રભુના વારસદાર એવા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટ નગરીથી વિહાર કરીને ગોંડલ ક્ષેત્રની સ્પર્શના કર્યા બાદ આજે જેતપુર પધારતાં એમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

રાષ્ટ્રસંતના આગમનને વધાવવા જેતપુર સ્થાનકવાસી જૈન સંઘ અત્યંત ઉત્સાહી બનતાં સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદ્ય ગુરુ ભગવંતોની જયકાર બોલાવતાં લુક એન લર્નના નાના નાના બાળકો, મસ્તકે કળશ ધારણ કરનારા જય મહિલા મંડળના બહેનો, સંઘ શ્રેષ્ઠીવર્યો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકોથી શોભતી શોભાયાત્રા વાજતે ગાજતે સંઘના આંગણે પહોંચી હતી. રાષ્ટ્રસંતના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવતાં સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પરાઈ ગઈ હતી.

આ અવસરે તપસ્વી પૂજ્ય માણેકચંદ્રજી મહારાજ સાહેબને તપી જીવનને તપાવનારા મહાપુરુષ તરીકે ઓળખાવીને એમની ગુણ પ્રશસ્તિ કરતાં રાષ્ટ્રસંત પૂજ્યએ ભાવિકોને બોધિત કરવા કહ્યું હતું કે,

આ જગત પૂજા એની જ કરતું રહ્યું છે જેણે પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ કક્ષાની સહનશીલતાની તૈયારી દર્શાવી છે. મહાપુરુષ એ જ બની શકતાં હોય છે જે સામે ચાલીને દુ:ખોને અને પીડાને આવકારતાં હોય છે. સંસારીઓ હંમેશા  સવાર પડે અને દુ:ખને દૂર કરવાનો પ્રયત્ન કરતાં હોય છે જ્યારે કે સાધુ હંમેશા દુ:ખને આવકારવા સામે ચાલીને જતાં હોય છે.

પ્રભુ મહાવીર પોતાના જીવનમાં વેદનાની વચ્ચે પણ હંમેશા ખીલેલાં ખીલેલાં રહ્યાં  એમ મહાવીરનો સાચો વારસદાર પણ દુ:ખની વચ્ચે હંમેશા ખીલેલો હોય, તે કદી મુરઝાયેલો ન  હોય. પ્રભુનો ધર્મ તે સહનશીલતાનો ધર્મ છે. જે સહનશીલતાની કૂક્ષીમાંથી જન્મે છે તે જ વાસ્તવિકતામાં ખરો જૈન હોય છે.

ઉપરાંતમાં જૈન દર્શનમાં પ્રભુ કતિ મેઘકુમારના એતિહાસિક કાનકના સુંદર દ્રષ્ટાંત દ્વારા આ અવસરે રાષ્ટ્રસંતે ભાવિકોને તરવાનો માર્ગ બતાવતાં કહ્યું હતું કે , જે સહન કરે છે તે સિદ્ધ બને છે. આ ભાવમાં જે સામે ચાલીને સહન કરે છે તે આ ભવ સાગરને તરી જતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.