Abtak Media Google News

ભારતીય  શેર બજારમાં  છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી તેજી પરઆજે વૈશ્વિક  મહામંદી અને પ્રોફીટ  બુકીંગના પ્રેશરે બ્રેક લગાવી દીધી છે. આજે  ઉઘડતી બજારે સેન્સેકસ અનેનિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા બેંક નિફટીમાં મોટુ ધોવાણ  થયું છે.

સેન્સેકસ અને નિફટી પોઈન્ટનો તુટયા: બેંક નિફટીમાં સૌથી વધુ

ભારતીય શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેકસે  73 હજાર અને નિફટીએ 22 હજાર પોઈન્ટની   સપાટી ઓળંગી હતી દરમિયાન વૈશ્ર્વીક  મહામંદી ઉપરાંત પ્રોફીટ બૂકીંગના કારણે  પ્રેશરના  કારણે આજે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખૂલ્યા હતા બેંક નિફટીનું સૌથી વધુ ધોવાણ થયું  હતુ ઈન્ટ્રાડેમાં આજે સેન્સેકસે  72  હજારની સપાટી તોડી હતી.  71757.54ની નીચલી સપાટીએ  પહોચી ગયો હતો. જયારે ઉપલી  સપાટી  72484.80 રહી હતી નિફટીએ પણ  આજે 22 હજારનું  લેવલ તોડયું હતુ. નિફટી આજે  ઈન્ટ્રાડેમાં  21636.95ના નીચલા લેવલ સુધી સરકી  ગઈ હતી અને   ઉપલી સપાટીએ  21851.50 પહોચી હતી. બેંક નિફટીમાં  1200થી વધુ  પોઈન્ટનો  તોતીંગ કડાકો બોલી ગયો હતો. નિફટી મીડકેપ  ઈન્ડેકસ મંદીની થોડી ઝાક ઝીલતો દેખાયોહતો.

આજે મહામંદીમાં પણ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ભેલ, એલએન્ડટી ટેકનોલોજી, પોલીકેબ, સહિતની  કંપનીના  શેરના ભાવમા તેજી જોવા મળી હતી. જયારે એચડીએફસી બેંક, આઈઈએકસ, સેલ, એપુ સ્મોલ ફાઈનાન્સ એકિસસ બેંક, વોડાફોન આઈડીયા,  એચડીએફસી ફર્સ બેંક સહિતની કંપનીના શેરના ભાવ તુટયા હતા. આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ  926 પોઈન્ટના કડાકા સાથે  72202 અને નિફટી 266 પોઈન્ટના કડાકા સાથે  21766 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બુલીયન બજારમાં પણ મંદી જોવા મળી રહી છે.  અમેરિકી  ડોલર સામે  ભારતીય રૂપીયામાં થોડી નરમાશ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.