Abtak Media Google News

સંરક્ષણ ક્ષેત્રે જોડાવા માંગતા વિઘાર્થીઓ માટે ઉત્તમ તક: ડી.કે. વાડોદીયા

Advertisement

Vlcsnap 2019 02 25 09H11M34S106

પંચશીલ સ્કુલ મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદીયા એ જણાવ્યું હતું કે આ ડિફેન્સ યુથ ફિયેસ્ટાનું જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ દ્વારા ખુબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિએસ્ટાથી વિઘાર્થીમાં જે ફોર્સમાં જોડાવાની ઉત્સુકતા જોવા મળી છે. અને વિઘાર્થીને આર્મી, એરફોર્સમાં જોડાવવા માંગતા હોય છે તેની માટે આ ડિફેન્સ યુથ ફિએસ્ટા એક મોટું પ્લેટ ફોર્મ સાબીત થાશે અને હું તો એટલું જ કહી કે આ આયોજન રાજકોટના ઇતિહાસમાં પ્રથમ આયોજન હશે. અને અહીં આ પ્રદર્શનને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે જે એક ખુબ જ સારી બાબત કહી શકાય છે.

દેશદાઝ માટે ડીફેન્સ યુથ ફિએસ્ટા અસરકારક સાબીત થશે: જતીન ભરાડ

Vlcsnap 2019 02 25 14H26M47S929

ભરાડ સ્કુલના જતીનભાઈ ભરાડે જણાવ્યું હતુ કે જીનીયસ ગ્રુપ ઓફ ઈસ્ટીટયુટ દ્વારા ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન થયું છે. તે અધતન અને અદભૂત છે. અત્યારે જે પુલવામાં અટેક થયો તેમાં અનેક જવાનો શહીદ થયા હતા ત્યારે દેશમાં એક આક્રોશનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક દેશદાઝ ઉત્પન્ન થાય તે માટે ડિફેન્સ યુથ ફિએસ્ટા અસરકારક સાબિત થશે.

જીપીએસ, ટ્રેકર અને મેઝરમેન્ટથી થશે ફિલ્મ મોનીટરીંગ: યશવંત નાવણીયા

Vlcsnap 2019 02 25 12H24M58S66

ગાર્ડી વિઘાપીઠના વિઘાર્થી નાવણીયા યશવંતે જણાવ્યું હતું કે અમારા પ્રોજેકટનું નામ ફિલ્મ મોનીટરીંગ છે જેમાં અમે ત્રણ મોડયુલનો ઉપયોગ કર્યો છે. પહેલું જીપીએસ ટ્રેકર, વેઇટ મેઝરમેટ અને ફયુલ લેવલ ઇન્ડીકેટર એક જગ્યાએથી બીજી જગ્યા પર જતા હથિયારના વાહનોનું લાઇવ જોવા માટે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ થાશે. જેનાથી રમગલીંગ કે કોઇપણ પ્રકારની હલચલની જાણકારી મળતી રહે. બ્રીજમાં વેઇટ મેઝરમેટ મુકવામાં આવે એટલે દરેક બ્રીજથી પસાર થતા હથીયાર ના વાહનોના સરખા વેઇટ ન થાય તો હલચલ થઇ હોવાની ચમકી મળી રહે છે. ફયુલ લેવલ ઇન્ડીકેટરનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ ના ટેન્ટને અમુક લીટરો પર લાઇટ દ્વારા સેન્સર મુકવામાં આવ્યા છે જેમાં ટેન્ટ થાશે એટલે અપ્લાર્મ વાગવા લાગશે.

સ્પાય રોબો આતંકીઓ પર નજર રાખશે: માનસી નિર્મલVlcsnap 2019 02 25 10H13M23S62

ગાર્ડી વિઘાપીઠની વિઘાર્થી માનસી નિર્મલે જણાવ્યું હતું કે ડિફેન્સ યુથ ફિએસ્ટામાં  તેઓએ સ્પાય રોબોર્ટ હેન્ડનો પ્રોજેકટ અહી પ્રદર્શન કર્યો છે. સ્પાય રોબોર્ટથી આપણે આતંકીઓ પર સતત નજર રાખી શકીએ છીએ અને તેઓ કંઇ પોઝીસનમાં છે તે પણ જાણી શકીએ છીએ તેથી આપણે તેની પોઝીશન જાણીને હુમલો કરી આતંકીઓનો ખાત્મો કરી શકીએ છીએ.

૯ કોન્સેપ્ટથી ઉરી પ્રોજેકટ તૈયાર કરાયો: જય નિર્મલ

Vlcsnap 2019 02 25 10H13M36S188

ગાર્ડી વિઘાપીઠના વિઘાર્થી જય નિર્મલે જણાવ્યું હતું કે અમે ઉરી ધ સ્માર્ટ બેઝ સિસ્ટમ પ્રોજેેકટ આ ડિફન્સ ફિએસ્ટામાં પ્રદર્શિત  કર્યો છે જેમાં ૯ અલગ અલગ ક્ધસેપ્ટ રાખવામાં આવ્યા છે. જેમ કે મિલીટરી સ્માર્ટ કોન્ફરન્સ રુમ કે જેમાં કોઇ બહારનું વ્યકિત અંદર આવે છે તો તેની ઓળખ કરી લે છે.

અર્થ ફિલ બેરિયર પ્રોજેકટ સેનાને મદદરુપ બનશે: સાગર ગોહીલ

Vlcsnap 2019 02 25 12H22M08S2

ગાર્ડી કોલેજના સાગર ગોહીલે જણાવ્યું હતું કે ડિફેન્સ યુથ ફિયેસ્ટામાં અર્થ ફિલ બેરીયર નામનો પ્રોજેકટ  પ્રદર્શિત કર્યો છે. અત્યારે સૈનિકો જમીનમાં ખાડો કરીને સીમેન્ટની બેગથી દિવાલ બનાવે છે પરંતુ અમે અહી બીજી રીતે બનાવ્યું છે અમેરીકન આર્મીએ એક દિવાલ તૈયાર કરી છે.જેમાં ગેલ્વેનાઇઝના વાયર બનાવવામાં આવે છે. જેની અંદર પોલી પ્રુપીલીનનું  કાપડ વાપરવામાં આવે છે. જેનું આખુ ટેમ્પરરી સ્ટ્રકચર બનાવવામાં આવે છે. પછી એને તમે કોઇપણ જગ્યાએ લઇ જઇ શકો છે અને ૦ તેમાં માટી કે રેતી નાખી આખી બુલેટ પ્રુફ દિવાલ તૈયાર કરી શકો છો. જેથી સૈનિકો દુશ્મનની ગોળીઓથી બચી શકે. મલ્ટી પપર્સ યુઝ હોવાથી ટેમ્પરેચર પ્રમાણે વાપરી શકીએ છીએ. દારુગોળાના સ્ટોરેજ પણ કરી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.