Abtak Media Google News

ભારતીય ફાર્મા અને મેડટેક ક્ષેત્રને ખર્ચ-આધારિતમાંથી મૂલ્ય-આધારિત અને નવીનતા-આધારિત ઉદ્યોગમાં પરિવર્તિત કરવાની જરૂર છે.” દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારના કેન્દ્રીય રસાયણ અને ખાતરો મંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ, આજે ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ અને નવીનીકરણ પર રાષ્ટ્રીય નીતિ અને ફાર્મા મેડટેક ક્ષેત્ર (પીઆરઆઈપી)માં સંશોધન અને નવીનીકરણને પ્રોત્સાહન આપવાની યોજનાનો શુભારંભ સુભારંભ કરાવ્યો હતો.

Advertisement

ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો ભારતનો લક્ષ્યાંક: મનસુખભાઇ માંડવિયા

ભારતને ફાર્માસ્યુટિકલ્સના વૈશ્વિક બજારમાં ઉચ્ચ-વોલ્યુમ, ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ખેલાડીમાં પરિવર્તિત કરવા, ગુણવત્તા, સુલભતા અને પરવડે તેવા લક્ષ્યાંકોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,’આ નીતિથી શૈક્ષણિક અને ખાનગી ક્ષેત્રો સહિત કૌશલ્ય અને ક્ષમતાઓની ઇકોસિસ્ટમ ઊભી કરવામાં મદદ મળશે તથા સ્ટાર્ટ-અપ્સ મારફતે યુવાનોમાં નવી પ્રતિભાઓને વેગ મળશે..તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતીય દવાઓ અને મેડ-ટેક ક્ષેત્રમાં આ પરિવર્તનનો તબક્કો છે, જ્યાં વિવિધ સરકારી સંસ્થાઓ અને એજન્સીઓ જેમ કે ફાર્મા વિભાગ, આઇસીએમઆર, ડીએસટી, ડીબીટી, નાઇપર વગેરે વચ્ચે સમન્વય સ્થાપિત થઈ રહ્યો છે.

યોજનાના મહત્વ પર ભાર મૂકતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારત તેના સંશોધન અને વિકાસ માળખાને મજબૂત કરીને માત્ર ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે છે, જે જીવન રક્ષક દવાઓ અને દવાઓની સુલભતાના વિસ્તરણને આગળ વધારશે અને ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી નિકાસ કેન્દ્ર બનવામાં મદદ કરશે.” આપણે ઉદ્યોગો અને શિક્ષણવિદો સાથે પરામર્શ કરીને આપણા દેશ અને વિશ્વની જરૂરિયાતો અનુસાર નીતિઓ, નવા ઉત્પાદનો અને નવા સંશોધન કરવાની જરૂર છે. ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે સંશોધન થતા હવે સ્ટાર્ટઅપ જ્યાં ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે તેના માટે ખૂબ મહત્વનો દિવસે કારણ કે આ નવીનતમ પોલિસી મારફતે વિવિધ સ્ટાર્ટ અપને ઘણો સારો સ્કોપ મળશે અને તે રાષ્ટ્ર નિર્માણમાં પણ સહભાગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.