Abtak Media Google News

ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ગુજરાતમાં પ્રથમ

હવે આંગળીના ટેરવે ટ્રાફિકની સમસ્યાઓ જાણી તેનું નિરાકરણ કરાશે

અકસ્માત , ડિટેક્શન અને સુરક્ષામાં મદદ રૂપ થશે એપ્લિકેશન

ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિરાકરણ કરવા એપ લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રાફિક એપ દ્વારા લોકોને ટ્રાફિકજામ, રોડ બંધના ચોક્કસ અપડેટ સહીત તમામ સુવિધા આંગળીના ટેરવે મળી રહેશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખાસ એમ.ઓ.યુ કરવામાં આવ્યું છે. જ્યારે આ એપ્લિકેશન ગુગલ મેપ કરતા સારી એપ્લિકેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાઓ સાથોસાથ તેનો તાત્કાલિક પડે નિવારણ કરવા માટે પણ આ એપનો ઉપયોગ કરવામાં આવશે અને અકસ્માત , ડિટેક્શન અને સુરક્ષામાં એપ્લિકેશન ખાસ મદદ રૂપ બની રહેશે

Advertisement

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ શહેરએ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે કે જ્યાં વાહનચાલકો મેપ માય ઇન્ડિયા મોબાઇલ એપ્લીકેશન દ્વારા ટ્રાફિક અડચણોના સમયસર અપડેટ મેળવી શકશે. આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો તેના દ્વારા રોડની સ્થિતિ જેમકે વીઆઇપી મુવમેન્ટના , ચાલકો રોડ પર ચાલી રહેલ કામ, ડાયવર્ઝન, ટ્રાફિકજામ, રોડનું ખોદાણ, રોડ પરના સ્પીડબ્રેકર, રોડ પરના ખાડા, રોડ બંધ હોવાની સ્થિતિમાં સારામાં સારો વૈકલ્પિક માર્ગ વગેરે માહિતીઓ એપમાં રીયલ ટાઇમ અપડેટ મેળવી શકાશે

આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટ શહેરના દરેક રોડ માટે સ્પીડ લીમીટ નક્કી કરેલી છે જો કોઈ વાહનચાલક જે તે રસ્તા પર કોઇ વધારે સ્પીડથી વાહન ચલાવશે તો આ એપ્લીકેશન ડ્રાઇવરને ચેતવણી આપશે. ઉલ્લેખનીય છે કે આ સાથે એપ્લિકેશન મદદથી ટ્રાફિક સહિતની સુવધા એપ્લિકેશન મારફત મળશે તે મહત્વનું છે.રાજકોટ શહેર પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ટ્રાફિકનાં ડેપ્યુટી કમિશનર પૂજા યાદવે માર્ગદર્શન હેઠળ એક નોડલ ઓફિસર ડેપ્યુટ કરવામાં આવશે જે ફિલ્ડ સ્ટાફ પાસેથી ટ્રાફિક અને રોડની માહિતી એકઠી કરશે અને એપને પહોંચાડતા રહેશે જેનાથી યુઝર વાહનચાલકોને મદદ મળશે.જેથી હાલ હવે આ એપ્લિકેશન રાજકોટ વાસીઓ માટે કેટલી ઉપયોગ રૂપ બનશે તે જોવાનું રહ્યું છે.

એપ્લિકેશન મદદથી  શું જાણી શકાશે

  1. ટ્રાફિકજામ
  2. રોડનું ખોદાણ
  3. ડાયવર્ઝન
  4. રોડ પરના સ્પીડબ્રેકર
  5. વીઆઇપીનો કાફલો પસાર થવો
  6. રોડ પરના ખાડા
  7. રોડ બંધ હોવાની સ્થિતિમાં સારામાં સારો વૈકલ્પિક માર્ગ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.