Abtak Media Google News

સાવરકુંડલાના ખેડુતોને નુકશાની વળતર ન મળતા તા. પં.માં આવેદન આપવા ગયેલા જગતનો તાત ગણાતા ખેડૂતો સાથે સરકારી કર્મચારીઓએ ગેર વર્તન કરી. અભદ્ર ભાષામાં વાત કરતા ખેડૂત સમાજ રોષે ભરાયો હતો.

અબતક સાથેની વાતચીતમાં સાવરકુંડલાના આંબરડી ગામ ના ખેડૂતોએ જણાવ્યું હતું કે ચક્રવાત  વીતી ગયા ના 45 દિવસ બાદ પણ ખેડૂતોને થયેલા નુકસાનની સહાય કે પછી ખેડૂતોને થયેલા પાકને નુકસાનને કોઈપણ જાતનું વળતર મળેલ નથી સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ અમુક લોકોને વળતર પણ મળી ગયું તો પછી શા માટે સર્વે કરાયેલ ખેડૂતોના કાચા પાકા મકાન અને ખેતી પાકના નુકશાન નુ વળતર આપવામાં સરકાર નિષ્ફળ નીવડી  સરકારી બાબુઓ રાજકીય ઈશારે અમુકને ખોળ તો અમુકને ગોળ આપી રહ્યા છે.

ખેડૂત આગેવાનો સાથેની વાતચીતમાં સાવરકુંડલા તાલુકામાં સર્વે કરવા આવેલ  અધિકારીઓ સર્વેની કામગીરીમાં ગોટાળો કર્યો હોય તેવા આક્ષેપો કર્યા હતાં અને તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી આવેદન પત્ર આપ્યું હતું પરંતું  ત્યાર બાદ રજુઆત કરવાં આવેલ ખેડુતોએ તાલુકા પંચાયતમાં આવેલ ખેતીવાડી શાખામાં કર્મચારીઓ ને રજૂઆતો કરતા કર્મચારીઓ બાર નીકળવાનું કહેતા ખેડુતો રોષે ભરાયાં અને તાલુકા પંચાયત કચેરી ખાતે જય જવાન જય કિસાન નારાં નાખી ધરણા પ્રદર્શન કર્યા હતાં…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.