Abtak Media Google News

કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષ માટે ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯માં વચગાળાનું બજેટ રજુ કરેલ તેમાં આવકવેરામાં ફકત હાઉસીંગ લોન વ્યાજમાં જ ફેરફાર કરવામાં આવેલ છે. હાઉસીંગ લોન વ્યાજની લીમીટ રૂા.૨,૦૦,૦૦૦/-થી વધારી ૩,૫૦,૦૦૦/- કરવામાં આવેલ છે. આ ઉપરાંત સીનીયર સીટીઝન્સ માટે કલમ ૮૭ એ હેઠળ સાડા ત્રણ લાખ સુધીની આવકવાળાને ટેકસ અથવા રૂા.૨૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે કપાત બાદ મળશે. કલમ ૧૯૪ એ હેઠળ રૂા.૫૦,૦૦૦/- સુધી વ્યાજની આવક પર ટીડીએસ કપાશે નહીં. કલમ ૮૦ ટીટીએ અને ટીટીબી હેઠળ રૂા.૫૦,૦૦૦/- સુધીનાં સેવિંગ્ઝ એકાઉન્ટ તથા ફીકસ ડિપોઝીટની વ્યાજની કપાત બાદ મળશે. કલમ ૧૬ (એ) હેઠળ આવકમાંથી રૂા.૫૦,૦૦૦/- સુધીનું સ્ટાન્ડર્ડ ડીડકશન બાદ મળશે. કલમ ૧૭ (૨) હેઠળ મેડીકલ ખર્ચમાં રૂા.૫૦,૦૦૦/- સુધી ટેકસમાં રાહત મળશે. કલમ ૮૦-સી, કલમ સીસીડી (૧) તથા કલમ ૮૦ સીસીડી (૧બી) હેઠળ નિયત કરેલ બચતોમાં રોકાણ રૂા.૧,૫૦,૦૦૦/-ની મર્યાદામાં તથા નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં રૂા.૫૦,૦૦૦/- મળી કરદાતાને રૂા.૨ લાખ સુધી કરમુકિતનો લાભ મળશે. કલમ ૮૦ ડી હેઠળ મેડિકલ વિમાના પ્રિમીયમની કપાત રૂા.૫૦,૦૦૦/- સુધી બાદ મળશે. કલમ ૮૦ ડીડી હેઠળ શારીરિક, માનસિક કે અશકત આશ્રીત અંગે બીબી સારવાર માટે થયેલ ખર્ચ રૂા.૭૫,૦૦૦/- અને સેવીયર ડીસએબેલીટી ૮૦ ટકાથી વધુ હોય તો રૂા.૧,૨૫,૦૦૦/- કપાત બાદ મળશે. કલમ ૮૦ ડીડીબી હેઠળ પોતાના જીવન સાથી, આશ્રિત માતા-પિતા કે બાળકોનાં અસાઘ્ય રોગ માટે મેડીકલ ખર્ચની કપાત લીમીટ બધા સીનીયર સીટીઝનો માટે રૂા.એક લાખ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરીકો માટે હેલ્પીંગ હેન્ડ નામે સેવા ૨૦૧૪થી શરૂ કરેલ છે. વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા, વસીયતનામા માટેની પ્રાથમિક માહિતી દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન વિનામુલ્યે સેવા માટે અરવિંદ વોરા અરિહંત, ૩૧, માધવ વાટીકા કોમ્પલેકસ, ગોલ્ડન સુપર માર્કેટ ઉપર, ન્યુ એરા સ્કુલ સામે મોબાઈલ નં.૯૪૨૬૮ ૪૯૭૧૮ ઉપર સંપર્ક કરવો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.