Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનમાં ત્રિવિધ કાર્યક્રમ અધિવેશન, વ્યાખ્યાન અને અભિવાદન સમારોહ યોજાયો

મનોવિજ્ઞાન ભવન દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. એલ્યુમની એસોસીએશનનું અધિવેશન, હોપ અંતર્ગત જાણીતા મનોચિકિત્સક ડો.વિજય નાગેચાનું વ્યાખ્યાન અને મનોવિજ્ઞાન ભવનના કલાર્ક ઘનશ્યામસિંહ જાડેજાની બઢતી સાથે બદલી થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ૨૦૦૫માં તત્કાલીન રાજયસભાનાં સાંસદ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને તત્કાલીન કુલપતિ ડો.કમલેશ જોષીપુરાની અધ્યક્ષતામાં સાયકોલોજી એલ્યુમની એસોસીએશનની સ્થાપના કરવામાં આવેલ હતી તે એસોસીએશન ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં હતું તેને ફરી ગુજરાતી ભવનનાં સેમિનાર હોલમાં અધિવેશન કરીને પુન: કાર્યરત કરવામાં આવેલ. સાયકોલોજી એલ્યુમની એસોસીએશનનાં સર્વે વિદ્યાર્થીઓ ગર્વાન્તિત થયા કે અમારા આ સંગઠનના સ્થાપક હાલમાં મુખ્યમંત્રી છે. એલ્યુમની એસોસીએશનનાં નવા હોદેદારોની વરણી કરેલ જેમાં પ્રમુખ ડો.મયુર ભમ્મર (રાણાવાવ સરકારી આર્ટસ કોલેજનાં અધ્યાપક), ઉપપ્રમુખ મિત્સુ જોશી (બાળ સુરક્ષા અધિકારી, રાજકોટ), મંત્રી તરીકે ડો.રાજૂ રાણા (સરકારી કોલેજ, જાફરાબાદ) અને સહમંત્રી તરીકે ડો.ક્રિષ્નરાજસિંહ ઝાલા (સરકારી કોલેજ, ગાંધીનગર)ની વરણી કરવામાં આવેલ. ૧૦ વર્ષ પછી ભવનમાં આવનાર આ સિનિયર વિદ્યાર્થીઓ ભાવવિભોર હતા.

Advertisement
Psychology-Can-Only-Help-Social-Media-Addiction:-Dr-Vijay-Nagacha
psychology-can-only-help-social-media-addiction:-dr-vijay-nagacha

હોપ અંતર્ગત સોશિયલ મીડિયા પ્રત્યેનું એડિકશન વિશે જાણીતા મનોચિકિત્સક ડો.વિજય નાગેચાએ તેમની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અનિવાર્ય વિચાર જ ક્રિયા જન્માવે છે અને વ્યકિત કારણ વગરનો વ્યર્થ સર્ચ કરેલો થઈ ગયો છે. વિચારને નિયંત્રિત કરવામાં મનોવિજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી તેમ ડો.નાગેચાએ જણાવેલ. મનોવિજ્ઞાન ભવનની સ્થાપનાકાળથી આજ દિવસ સુધી કલાર્કની ફરજ બજાવતા ઘનશ્યામસિંહ જાડેજાને બઢતી મળતાં ભવનનાં તમામ લોકોએ તેમને શાલ, સ્મૃતિ ચિન્હ અને સન્માન પત્ર આપીને તેમને સન્માનિત કર્યા. બિન-શૈક્ષણિક કર્મચારીનું આવું મોટું સન્માન થાય તે બદલ ઘનશ્યામસિંહ જાડેજા ભાવ-વિભોર થઈ ગયા હતા. ભવનનાં વિદ્યાર્થીઓએ પણ પોતાના માનીતા કલાર્કને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કર્યા હતા.

Psychology-Can-Only-Help-Social-Media-Addiction:-Dr-Vijay-Nagacha
psychology-can-only-help-social-media-addiction:-dr-vijay-nagacha

આ ત્રિવિધ કાર્યક્રમ ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીનાં અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં હોપનાં કો-ઓર્ડિનેટર અને સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, ડો.ભાવિન કોઠારી, ડો.નિદતભાઈ બારોટ, ડિનશ્રી શિક્ષણ શાખા, ડો.હરદેવસિંહ જાડેજા, ડો.ભારત કટારીયા, ડો.ભરત ખેર, ડો.નિકેશ શાહ, ડો.રેખાબા જાડેજા, ડો.શ્રદ્ધા બારોટ, ડો.અશ્ચિન સોલંકી, ડો.પિયુષ સોલંકી, ડો.જીતેશ સાંખટ, ડો.ડી.જે.ભટ્ટ, ડો.અશ્ચિની જોશી, પ્રકાશ દુધરેજીયા, રાકેશ ચાચિયા, ડો.હસમુખ ચાવડા, ડો.રેવતી દુધાતરા, ડો.ભરત ભટ્ટ, ડો.મનીષ શુકલ, ડો.અલ્પેશ કોતર, ડો.ડીમ્પલ રામાણી ભવનનાં અધ્યક્ષનાં આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભવનની પ્રાઘ્યાપિકા ડો.ધારા દોશીએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.