Abtak Media Google News

હાઇકોર્ટના ફટકાર બાદ પોલીસ અને ટ્રાફિક બ્રેગડ સામેની ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ કરવા  સરકારે બાહેધરી

પોલીસની મદદ માટે 100, 112 અને 1064ની જેમ પોલીસ વિરુધ્ધની ફરિયાદની ત્વરીત કાર્યવાહી માટે ડીસીપીની દેખરેખ હેઠળ કંટ્રોક રુમ શરુ કરાશે

પોલીસની મદદ માટે અલગ અલગ હેલ્પલાઇન કાર્યરત છે પરંતુ પોલીસ અને ટ્રાફિક બ્રિેગડ સામેની ફરિયાદ માટે કોઇ વ્યવસ્થા નથી કાયદાના રક્ષક જ જ્યારે ભક્ષક બની કાયદાનો ભેગ કરે ત્યારે કોને ફરિયાદ કરવી ? તેવા  સવાલ સાથે હાઇકોર્ટમાં થયેલા સુઓ મોટો રીટની સુનાવણીમાં ડિવિઝન બેન્ચ દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢી પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ સામે ફરિયાદ અંગે ખાસ હેલ્પ લાઇન શરુ કરવા કરેલા આદેશની સરકાર દ્વારા અનઇચ્છાએ ખાસ કંટ્રોલ રુમ શરુ કરવાની ખાતરી આપી છે.

લોકોના જાન-માલનું રક્ષણ કરવાની જેની ફરજ છે. અને શિસ્ત માટે જેની આગવી ઓળખ છે તેવા પોલીસ ડીપાર્ટમેન્ટમાં જ કેટલીક ઘટના પોલીસ માટે લાંછનરુપ બનતી હોય છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે વર્લ્ડ કપના મેચ દરમિયાન એક દંપતી પાસેથી પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા રુા.60 હજારના કરેલા તોડ અંગેના ચકચારી પ્રકરણ બાદ હાઇકોર્ટમાં સુઓ મોટો રીટ દાખલ કરી હતી.

સુઓ મોટો રીટ બાદ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયધિશ સુનિતા અગ્રવાલ અને અનિરુધ્ધ માયી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સરકારને નોટસિ ઇસ્યુ કરી હતી. તેમજ તોડ કાંડ અંગે એમિકસ કયુરી દ્વારા તપાસ કરવામાં આવી હતી. એમિકસ કયુરી દ્વારા થયેલી તપાસના અંતે હાઇકોર્ટમા રજુ કરેલા અહેવાલમાં  પોલીસની મદદ માટે કંટ્રોલ રુમ છે પરંતુ પોલીસ સામેની તાત્કાલિક ફરિયાદનું નિવારણ થઇ શકે તેવા કોઇ ચોક્કસ નંબર કે કંટ્રોલ રુમની કોઇ વ્યવસ્થા ન હોવાનું જણાવી પોલીસ સામે ફરિયાદ સમયસર સાંભળી શકાય તેવા કંટ્રોલ રુમની વ્યવસ્થાની જરુર હોવાની ભલામણ કરી હતી.

આથી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા સરકારને પોલીસ સામેની ફરિયાદ અંગે શુ કાર્યવાહી કરી શકાય તેવો સરકારને સવાલ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા 100, 102 અને 1064 હેલ્પ લાઇન નંબર હોવાનો બચાવ રજુ કર્યો હતો. પરંતુ આ હેલ્પ લાઇન નંબર પોલીસ પાસે મદદ મેળવવા માટે છે. પોલીસના ભ્રષ્ટ અધિકારી સામેની ફરિયાદ માટે કોઇ હેલ્પ લાઇન કે કંટ્રેોલ રુમ હોવા જરુરી હોવાનું ભારપૂર્વક જણાવી આવી ખાસ વ્યવસ્થા ઉભી કરવા કેરલા આદેશને પગલે સરકારે ડીસીપીના માર્ગ દર્શન હેઠળ 24 કલાક પોલીસ વિરુધ્ધ ફરિયાદ સાંભળી શકાય તે માટે ખાસ કંટ્રોલ રુમ બનાવવાની ખાતરી આપી છે. પોલીસ વિરુધ્ધ કંટ્રોલ રુમમાં થયેલી ફરિયાદ અંગે 24 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવશે તેમજ દર મહીને આવેલી આવી ફરિયાદ અંગેનો રિવ્યુ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.