Abtak Media Google News

સેલવાસ સમાચાર

દાદરા નગર હવેલી,દમણ દીવ, અને લક્ષદીપની આંતરિક સુરક્ષા માટે સ્થાપવામાં આવેલ ઇન્ડિયા રિઝર્વ બટાલિયના 24 મા સ્થાપના દિવસે પરેડ સેરેનમીનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાંધા ગામે આવેલા ડોલ્ફીન કેમ્પ ખાતે કાર્યક્રમ યોજાયો હતો .  પરેડ નિરીક્ષણ અને સલામી ઝીલી IRBના જવાનો દ્વારા માર્ચ કરાઇ  હતી.Whatsapp Image 2023 12 16 At 14.52.34 2Bdadfca

Advertisement

ત્યારબાદ સાંજના કાર્યક્રમમાં  20 વર્ષની નોકરી દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. બાદમાં જવાનો દ્વારા ખેલ પ્રતિભામા સારું પ્રદર્શન કરનારને સિલ્ડ આપી સન્માનિત કરવામાં  આવ્યા હતા. પ્રાસંગિક સંબોધનમા બટાલિયનની શોર્ય ગાથા વર્ણવી હતી. Whatsapp Image 2023 12 16 At 14.52.33 259E5B91

આઇઆરબી બટાલિયનની સ્થાપના બાદ જવાનોને 20 વર્ષની ફરજ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનારને મેડલ,પ્રમાણપત્ર અને પાંચ હજાર રોકડનું  ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં  દમણ અને  દીવ જવાનોના પરિવારજનો, બટાલિયન કમાન્ડર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ,  ગામનાં નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.

શિવ ભાણસિંહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.