Abtak Media Google News

સવા લાખ નવકારમંત્રના જાપના અનુષ્ઠાનનું આયોજન: પૂ.ગિરીશમુનિ મ.સા.નાં જીવન કવન પર આધારિત સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાશે: ઉપાશ્રયો ખાતેથી બસની વિશેષ વ્યવસ્થા

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની ૨૮ મી દીક્ષા જયંતિ ઉપલક્ષે સંયમ અભિવંદના અવસરની ઉજવણી સાથે રાજકોટ નગરીમાં નવા પારસધામના સર્જનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ભૂમિ શુદ્ધિકરણ અર્થે સવા લાખ નમસ્કાર મહામંત્ર જપ સાધનાથી હજારો ભાવિકો ધન્ય થશે.

સંસારનો ત્યાગ કરીને સંયમની ઉત્કૃષ્ટ સાધના જીવનના ૨૮ વર્ષ પરિપૂર્ણ કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ હજારો હ્નદયમાં ગુરુના શ્રદ્ધા સ્થાન પર બિરાજમાન થઈને, ૩૪-૩૪ આત્માઓને સંસારથી ઉગારી દીક્ષાના દાન દઈને દીક્ષાદાનેશ્વરીના પરમ ઉપકારી પદ સાથે સંયમના ૨૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે તેમના ચરણમાં શુભેચ્છા વંદના અર્પણ કરતાં સંયમ અભિવંદના અવસર કાર્યક્રમનું આયોજન આવતીકાલે સવારે ૦૯.૦૦ કલાકે રાજકોટમાં મારૂતી પટાંગણ, અયોધ્યા ચોક,સિનર્જી હોસ્પિટલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટનાં આંગણે આયોજિત કરવામાં આવ્યો છે.

આ અવસરે ૩૦૦૦થી વધુ ભાવિકો સવા કલાક સુધી સતત નમસ્કાર મહામંત્રના જાપનું ઉચ્ચારણ કરી સવા લાખ મંત્ર જાપઅનુષ્ઠાનમાં બેસશે. આ અનુષ્ઠાનમાં બેસવા માટે ઇચ્છતા ભાવિકો માટે રાજકોટના જૈન ઉપાશ્રયોથી સવારે ૦૮.૩૦ કલાકે બસની સુવિધા રાખવામાં આવી છે.

રાજકોટના આંગણે વસંત પંચમી, રવિવારના દિવસે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવની દીક્ષાજયંતિ અવસરે મંત્ર શુભેચ્છા કાર્યક્રમ અંતર્ગત થતા સવા લાખ જાપ વાતાવરણમાં દિવ્યતાનું સર્જન કરશે તેમજસૌરાષ્ટ્ર અને રાજકોટના જૈન સંઘો રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવને શુભેચ્છા અર્પણ કરશે.

આ અવસરે ગુજરાતરત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ એવમ રાજકોટમાં બિરાજમાન મહાસતીજી વૃંદ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવને સંયમ શુભેચ્છા આપવા પધારશે.

વિશેષમાં, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા જયંતિના આ અવસરે ગાદીપતિ પૂજ્ય ગિરીશમુનિ મહારાજ સાહેબના જીવન કવન પર આધારિત સ્મૃતિ ગ્રંથ-મહાનાયક ગ્રંથના વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સદગુરુ ચરણમાં સંયમ અભિવંદનાની અર્પણતા કરવા, ધર્મક્ષેત્રની અનુમોદના કરવા તેમજ સંતના પ્રેરણાત્મક જીવનની ગાથા વર્ણવતાં ગ્રંથ વિમોચનના આ ત્રિવેણી અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

પૂ.ગુરુદેવના ૨૮ વર્ષ પૂર્વેના સ્મૃતિ સંભારણા

20190210 073413

પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ની તા.૧૦/૨ ના શુભ દિવસે ૨૮મી દીક્ષા જયંતી છે.૨૮ વષે પૂર્વે ૧૦/૨/૯૧ના રોજ ધમે નગરી રાજકોટમાં શ્રી રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે તેઓનો સંયમ મહોત્સવ ઉજવાયેલ.તેઓની સંયમ શોભાયાત્રા પાવન એવમ પૂણ્ય ભુમી વિરાણી પૌષધ શાળાથી શરૂ થઇ જૈન બોર્ડીંગના પ્રવજ્યા પટાંગણમાં ધમે સભામાં પરીવર્તીત થયેલ.સંયમ શોભાયાત્રા દરમ્યાન ન માઈકરૂન મુવી રૂન બગી કે ન બેન્ડ વાજા એકદમ સાદગી પૂણે… છતાં જાજરમાન મહા અભિનિષ્ક્રમણ યાત્રામાં સૌ પગપાળા ચાલીને મુમુક્ષુ મહાવીરભાઇ ( પૂ.નમ્રમુનિજી નું સંસારી નામ)નો જય જયકાર કરતો એ માહોલ દશેનીય એવમ ગરીમાપૂણે હતો.જૈન બોર્ડીંગમા અનંત ઉપકારી દીક્ષા દાતા પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે ” કરેમિ ભંતે  નો પાઠ ભણાવી મહાવીરમાથી નૂતન દીક્ષીત પૂ.નમ્રમુનિજી નામની ઉદ્દઘોષણા કરતા ધર્મોલ્લાસ છવાઈ ગયેલ.અઢી દાયકા ઉપરાંતની સંયમ યાત્રા દરમ્યાન પૂ.નમ્રમુનિ મ.સાહેબે અનેક આત્માઓને સંયમના દાન આપી મહાવીરના માર્ગે લઇ આવી શાસનની અપૂવે પ્રભાવના કરી રહ્યાં છે.પરોપકાર,માનવતા અને જીવદયાના અનેક સત્કાર્યોની પ્રેરણા કરી રહ્યાં છે.અનેક યુવા વગેને  સેવાના ક્ષેત્રમાં જોડી આહલેક જગાડીરહ્યાં છે.લુક એન લનેના માધ્યમથી ભાવિ પેઢી તૈયાર કરી રહ્યાં છે.પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની ૨૮ મી દીક્ષા જયંતી અવસરે તેઓને વંદન સહ અભિનંદન.

મુમુક્ષુ મહાવીરભાઈને ૧૦/૨/૯૧ના રોજ ગોંડલ ગચ્છનું ગૌરવ કોણ ? શાસનના શણગાર કોણ ? મહાવીરભાઈ…મહાવીરભાઈ જિન શાસન અને દીક્ષાર્થી આત્માના પ્રચંડ જયઘોષ અને ગગનભેદી નારા સાથે ખભે ઊંચકીને રાજકોટના રાજમાર્ગો ઉપર દોરી જતાં જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા તથા બાજુમાં પૂ.ગુરૂદેવના જયેષ્ઠ બંધુ જૈન ક્રાંતિના તંત્રી દીપકભાઈ ભાયાણી વગેરે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

પૂ. નમ્રમુનિ મ.સા. એક એવું વ્યક્તિત્વ છે જેમનું અસ્તિત્વ સદાય અનુભવાય

સમાજ ઉત્કર્ષ અને યુગ ઉપકારી મિશન્સ સાથે જિનશાસનને ઉન્નત કરવા ૩૪-૩૪ આત્માઓને દીલાના દાન દેનાર વિશ્વખ્યાતિને વરેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત યુગ દિવાકર પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ એટલે વિશિષ્ટ ગુરધિાર ક અસામાન્ય વ્યકિતત્વ !! જોનાર સર્વને પોતાના લાગે છતાં સતત સ્વ’ આત્મામાં રમણ કરતાં કરતાં આત્માની ઉચ્ચત્તમ અવસ્થાને પામેલાં આત્મ સાધક ! પ્રસિધ્ધિના શિખરે પહોંચેલા અને સિધ્ધત્ત્વની મંઝિલ તરફ તીવ્ર ગતિથી પ્રગતિ કરનાર વિરલ વિભૂતિ ! આત્મચિંતન અને દીર્ધદદ્રષ્ટિ દ્વારા વર્તમાન પરિસ્થિતિ સામે જૈન સમાજના ભવિષ્યને ખુલ્લી આંખે નિહાળી તેને ઉન્નત અને ભવ્ય બનાવવા બંધ આંખે ઉત્કૃષ્ટ સાધના અને પ્રબળ પુરુષાર્થ દ્વારા બાળકોમાં જૈનત્વના સંસ્કાર અને મોરલ વેલ્યુઝનું સિંચન કરવા ૨૦૦૭ માં લુક એન લર્ન જૈન જ્ઞાનધામ નું તથા યુવા પેઢીની લાઈફમાં યુ ટર્ન લાવવા ૨૦૦૫ માં અહમ યુવા સેવા ગ્રુપનું સર્જન કર્યું. એમના આ મિશન્સને મળતી સફળતા અને પ્રતિસાદની ફળશ્રુતિ એટલે સમસ્ત વિશ્વમાં શરૂ થયેલી સેંકડો શાખાઓ અને એમાં જોડાયેલાં હજારો-હજારો જૈન-અજૈન બાળકો અને યંગસ્ટર્સ ! આ ઉપરાંત પરમાત્મન્ ભક્તિ અને સેવા સત્ કાર્ય માટે ઉવસગ્ગહર ભકિત ગ્રુપ, ધ્યાન સાધના દ્વારા સ્વ ને મળવા માટે સંબોધિ સત્સંગ’, ગુરુ પ્રત્યય ન હોય ત્યારે ગુરુ સાથે સતત કનેકશનમાં રહેવા અને દૃષ્ટિ બોધ પ્રાપ્ત કરવા માટે અહંમ સંત્સગ, દેશ-વિદેશમાં પરમાત્માના ધર્મ સંદેશના પ્રચાર માટે શાસન પ્રભાવક ગ્રુપ અને ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો આગમને વિશ્વવ્યાપી બનાવવા… હર એકના હૃદય સુધી પહોંચાડવા… આગમ ઈંગ્લીશ ટ્રાન્સલેશન માટે જૈન  આગમ મિશન શરૂ કર્યા છે, વિધવા અને અપંગો સ્વમાનભેર જીવી શકે તે માટે તેમને સ્વાવલંબી બનાવવા ‘અહમ હેલ્પ’ ની શરૂઆત કરી છે.

કોઈ પણ વ્યકિત ધ્યાન સાધના, પરમાત્માનું ભક્તિ અને સેવાના સત્કાર્યો કરી શકે તે માટે સેવા, સાધના અને સમર્પણતાના સંકુલ… પારસધામ જે મુંબઈમાં ઘાટકોપરમાં, રાજકોટમાં, જામનગર અને કોલકત્તામાં નિર્માણ પામ્યાં છે. સર્વ ધર્મ સમભાવની પ્રતીતિ કરાવતાં પાવનધામ’ મુંબઈમાં  કાંદિવલીમાં, વડોદરામાં અને કોલકત્તાના હાવડા વિસ્તારમાં નિર્માણ પામ્યા છે. પ્રેમ, પ્રસન્નતા અને પોઝીટીવીટીના  પ્રતિક રૂપ ૧૧૦૦ સાધર્મિક જરૂરિયાતમંદો માટેની આવાસ યોજના એટલે નાયગાંવ સ્થિત પવિત્રધામ!! પરમાત્મા જેવી એકાંત સાધનાની અનન્ય અનુભૂતિ કરાવતા વિશાળ, શાંત, રમણીય અને પોઝીટીવ પાવર્સથી સમૃદ્ધ સાધકોની સાધનાને સાનુકૂળ પરમધામ મુંબઈ-નાસિક હાઈવે પર નિર્માણ પામ્યું છે.

પૂજ્ય ગુરુદેવનું આગામી મિશન છે વિઝન ૨૦-૨૦ જેમાં જૈન સમાજને અને રાષ્ટ્રસંત ઉન્નત કરનારા ૨૦  પ્રોજેકટસુ છે જેવા કે, જૈન બેંક, સંત વિહાર વ્યવસ્થા, જૈન યુનિવર્સીટી, સાધકો અને સાધુ-સાધ્વીજીના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાપીઠ આદિ, આ ઉપરાંત પૂજ્ય ગુરુદેવ પ્રેરિત અને માર્ગદર્શન માસિક મેગેઝીન જૈન ક્રાંતિ અને પખવાડિક મેગેઝીન લુક એન લર્નના પ્રકાશન સાથે એમના પ્રવચન શિબિર,ભક્તિ,મહોત્સવ આદિના સાહિત્ય અને ડીવીડી નિયમિત રૂપે પ્રકાશિત થાય છે જે દેશ વિદેશમાં લાખો ભાવિકો સુધી પહોંચે છે અને સર્વને પ્રભુની સમીપ લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.