Abtak Media Google News

રાજકોટ એરપોર્ટ પરથી પંજાબના શખ્સને ઇન્કમટેક્સ દ્વારા દોઢ કિલો સોના સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે. જેમાં દિલ્હી ઇન્કમટેક્સ વિભાગની બાતમીના આધારે રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

દિલ્હી આઇટીની બાતમીના આધારે રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા ઓપરેશન પાર પડ્યું

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શુક્વારે સાંજે રાજકોટ એરપોર્ટ પરથી એક શખ્સ દોઢ કિલો સોના સાથે ઝડપાયો હતો. દિલ્હી ઈન્કમટેકસની બાતમીના આધારે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશન વિંગે આ ઓપરેશન પાર પાડયું હતુ અને પૂછપરછનું નાટક કરીને કરચોરી કરવા માટેની મુદત આપી હતી. જે વ્યકિત ઝડપાયો છે તે પંજાબના અમૃતસરમાં રહેતા હોવાનું ખુલ્યું છે અને તે દિલ્હીથી રાજકોટ સોનું લઈને આવ્યો હતો. તે એરપોર્ટની બહાર નીકળે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો છે. બિલ અને ખુલાસો આપવા માટે વેપારીને મુદત આપવામાં આવતા તપાસનીશ અધિકારી ખુદ શંકાના દાયરામાં આવ્યા છે.

દોઢ કિલો સોના સાથે ઝડપાયેલા પંજાબના આ વેપારીને ઈન્કમટેકસ ઓફિસે લઈ જવાયો હતો. જ્યાં તેની મોડે સુધી પુછપરછ ચાલુ રહી હતી અને આ સોનું કયાંથી ખરીદ કર્યુ, કોને દેવા જવાનું હતુ તે અંગે પુછપરછ કરી હતી પરંતુ રાજકોટ ઇન્કમટેકસ વિભાગ આમાંથી કોઈ માહીતી જાણી ન્હોતું શકયુ. તો બીજી તરફ પંજાબના વેપારીને બિલ અને અન્ય પુરાવા રજૂ કરવા માટે સમય આપતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.