Abtak Media Google News

પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ‘લોયલ્ટી વળતર’ યોજના કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અમલીકરણ બની: પુષ્કર પટેલ

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટ શહેરનો ખુબ જ ઝડપી અને સર્વાંગી વિકાસ થઇ રહયો છે. શ્રી પુષ્કરભાઇ પટેલનો  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેનો અઢી વર્ષનો કાર્યકાળ તા.11 સપ્ટેમ્બરના રોજ યશસ્વી રીતે પૂર્ણ થનાર છે, જેમાં અઢી વર્ષમાં રૂ.988.85 કરોડના વિકાસ કામો તથા પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ, જે પૈકી ગત છ માસમાં રૂ.202.90 કરોડના કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપુષ્કરભાઇ પટેલ એ જણાવ્યું છે કે…

રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે અને રાજકોટના વિકાસની સાર્વત્રિક અસરો સૌરાષ્ટ્રભરમાં અનુભવાતી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા ઉપર સ્માર્ટ સિટી રાજકોટના ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસની પ્રક્રિયાને જાળવી રાખવાની ખુબ મોટી જવાબદારી રહેલી છે. સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકાના નીતિવિષયક નિર્ણયોથી માંડીને અનેક લોકભોગ્ય મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શહેરના સર્વાંગી વિકાસ માટેની પોતાની ભૂમિકા અદા કરે છે.

ગત અઢી વર્ષ દરમ્યાન રાજકોટની જનતાના વિશાળ હિતમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખૂબજ મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવેલ છે તેમજ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે, તેની આછેરી ઝલક આપવામાં આવી છે.

વધુ ને વધુ બાકી કરદાતાઓને ટેક્ષની ચડત થયેલ રકમના એરીયર્સને હપ્તામાં ભરપાઇ કરવાના લાભની સાથોસાથ બાકી રકમ પર નવું વ્યાજ ચડવામાંથી મુક્તિ સહિતનો બેવડી રાહત મળી શકે તે હેતુથી ‘વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ’ નો ચાલુ નાણાકીય વર્ષમાં પુરૂ થાય તેના દોઢ માસ અગાઉ એટલેકે તા.15/02/2023 થી જ અમલી બનાવતા, તેનો લાભ કુલ 9897 કરદાતાઓએ લીધેલ છે.

વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા માટે પ્રોત્સાહિત થાય તે માટે પ્રામાણિક કરદાતાઓ માટે વિશેષ ‘લોયલ્ટી વળતર’ યોજના રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દાખલ કરેલ છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત નિયમિત એડવાન્સ ટેક્ષ ભરપાઇ કરેલ હોઇ, તેવા 1,86,084 પ્રામાણિક કરદાતાઓને ટેક્ષની રકમ પર વધુ એક ટકા વિશેષ વળતરરૂપે અંદાજે રૂ.80  લાખ જેવી માતબર રકમનુ વિશેષ વળતર આપવામાં આવેલ છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની બિમારીના સચોટ નિદાન નિ:શુલ્ક કરાવી શકે  અને યોગ્ય સમયે સારવાર મેળવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે અત્યાધુનિક ટેસ્ટીંગ ઇક્વીપમેન્ટસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના થકી બ્લડ અને યુરિન ટેસ્ટ, એકસ-રે, ઇ.સી.જી. સહિતના ટેસ્ટ વિનામુલ્યે કરાવી શકાય છે.

ઉપરોક્ત મુખ્ય યોજનાઓ ઉપરાંત છેલ્લાં અઢી વર્ષમાં અનેકવિધ લોકોપયોગી તેમજ વહિવટી સુધારણા માટે નીતિવિષયક નિર્ણયો લેવામાં આવેલ છે.

શહેરમાં સ્પોર્ટ્સ સંકુલોની સુવિધા માટે કુલ રૂ.22.69 કરોડના કામ મંજુર કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે વોર્ડ નં.12માં રૂ.22.33 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા સહિતના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, રૂ.105.61 કરોડના ખર્ચે ડ્રેનેજના કામો, રૂ.36.92 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામો, રૂ.34.04 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, રૂ.32.34 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવાના કામ, રૂ.21.10 કરોડના ખર્ચે પેવિંગ બ્લોકના કામો, રૂ.17.64 કરોડ મેનપાવર કોન્ટ્રાક્ટ માટે, રૂ.12.76 કરોડના ખર્ચે નવા કોમ્યુનિટી હોલ, રૂ.11.42 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇનના કામો, રૂ.10.03 કરોડના ખર્ચે બગીચાના કામો, રૂ.9.57 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર, રૂ.9.07 કરોડના ખર્ચે જુદા-જુદા બિલ્ડીંગ કામ, રૂ.7.50 કરોડના ખર્ચે બોક્સ/સ્લેબ કલ્વર્ટ, રૂ.6.34  કરોડના ખર્ચે લાયબ્રેરી બાંધકામ, રૂ.6.19 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય તથા એનિમલ હોસ્ટેલના કામો, રૂ.6.07 કરોડના ખર્ચે આરોગ્ય વિભાગના કામો, રૂ.5.71 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલના કામો, કોવિડ સમયગાળા દરમ્યાન રૂ.5.42 કરોડના ખર્ચે જરૂરી દવા તથા સાધનો, રૂ.4.73 કરોડના ખર્ચે રોશની વિભાગના કામો, સ્મશાન માટે રૂ.4.42 કરોડ, રૂ.3.39 કરોડના ખર્ચે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાના કામો, વોટરવર્ક્સ રૂ.3.83 કરોડના ખર્ચે પાઇપ ગટરના કામો, રૂ.3.43 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાના કામ, રૂ.2.66 કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે, રૂ.2.92 કરોડ ગૌશાળા સંચાલન સહાય માટે, રૂ.2.82 કરોડ કર્મચારી-અધિકારીઓને મેડિકલ આર્થિક સહાય માટે, રૂ.2.51 કરોડના ખર્ચે જુદી-જુદી મશિનરી ખરીદી, રૂ.2.55 કરોડના ખર્ચે સી.સી. કામ, રૂ.2.22 કરોડના ખર્ચે નવી આંગણવાડીના મકાનો, રૂ.1.72 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ માટે જરૂરી સાધનો, રૂ.1.70 કરોડના ખર્ચે કોમ્પ્યુટર ખરીદી, રૂ.1.61 કરોડના અર્બન ફોરેસ્ટ, ખર્ચે રૂ.1.52 કરોડના શ્વાન વ્યંધિકરણ, ખર્ચે રૂ.1.40 કરોડના ખર્ચે ફૂટપાથ/રોડ ડિવાઇડર બનાવવાના કામ સહીતના કામોનો સમાવેશ થાય છે.

અન્ય કામોમાં ક્ધસલ્ટન્સી માટે રૂ.93.57 લાખ, રૂ.88.98 લાખના ખર્ચે વોંકળાકામ, રૂ.88.22 લાખના ખર્ચે હોકર્સ ઝોન, ગણવેશ માટે રૂ.86.15 લાખ, રેનબસેરા માટે રૂ.80.36 લાખ, લાયબ્રેરી ગ્રાન્ટ માટે રૂ.64.98 લાખ, ડીઝલ જનરેટર સેટ માટે રૂ.51.57 લાખ, આધાર કાર્ડ કિટ ખરીદી માટે રૂ.17.36 લાખ, વર્કશોપ માટે રૂ.12 લાખના કામ,  સહિતના જુદા જુદા કામો મંજુર કરવામાં આવેલ છે.

આમ, અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ મળી 61 મીટીંગો મળેલ જે અંતર્ગત કુલ 1229 ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી અંદાજિત રૂ.9.89 કરોડ મુજબ દૈનિક સરેરાશ રૂ.1.08 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

અંતમા, પુષ્કરભાઇ પટેલ જણાવે છે કે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજકોટનું ગૌરવ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર ડો.પ્રદિપભાઇ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઅને રાજકોટના ધારાસભ્ય  ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા,  સદસ્યઓ, તમામ કમિટીના ચેરમેનઓ, તમામ કોર્પોરેટરઓ, ભારતીય જનતા પક્ષના હોદેદારઓ, શહેરની સમાજિક સેવા સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન્સ, મહાનગરપાલિકાના તમામ અધિકારી/કર્મચારીઓ, ઉપરાંત શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી, મહાનગરપાલિકા તંત્રની હરહંમેશ સાથે રહેલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરૂ છું અને રાજકોટ શહેરની વિકાસયાત્રા આગળ ધપાવવામાં પણ સૌનો સાથ-સહકાર મળતો રહેશે, તેવી અપેક્ષા અને વિશ્વાસ રાખું છું.

સૌપ્રથમ વખત અમલી બનાવેલ લોકભોગ્ય યોજનાઓની આછેરી ઝલક…

સ્ટેનડીંગ કમિટી ચેરમેન રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં ‘આર.એમ.સી. ઓન વોટ્સએપ’ તથા ‘ઓ.ટી.પી. આધારિત ફરિયાદ નિવારણ’ પધ્ધતિ સુચવેલ, જેનો સફળતાપૂર્વક અમલ થયેલ છે.

રાજ્યભરમાં સૌપ્રથમ ‘આર.એમ.સી. ઓન વોટ્સએપ’ સેવા અમલી બનાવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ર5 થી વધુ વિભાગની 175 થી વધુ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ થયેલ છે, જેમાં મિલ્કત વેરા, વ્યવસાય વેરો, પાણીના દર, પ્રમાણપત્રો, હોલ બુકિંગ, સ્પોર્ટસ સંકુલ, ફરિયાદ નોંધણી, વિવિધ ફોર્મ, ટી.પી. નકશા, બજેટ લગત માહિતી, વેન્ડર બિલ સ્ટેટસ, ભરતી અંગેની માહિતી, મહાનગરપાલિકાની જુદી-જુદી કચેરીના એડ્રેસ જીઓ-લોકેશન સાથેની માહિતી, વિગેરે સહિતની રાજકોટ મહાનગરપાલિકાને લગત તમામ વિગતો અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં સરળતાથી મળી રહે છે.

તદુપરાંત, મિલ્કત વેરા તથા પાણીના દરના બિલો વોટ્સએપ દ્વારા ઓનલાઇન ભરી શકાય છે, તેના પાછલાં વર્ષના બિલો તેમજ રસીદો ડાઉનલોડ કરી શકાય છે, જન્મ-મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે અને નવા જન્મ થતા બાળકો માટે સુચિત નામાવલિ મેળવી શકાય છે, તેમજ મહાનગરપાલિકાના તમામ અગત્યના ટેલિફોન નંબર સાથેની ડાયરી ડાઉનલોડ કરી શકાય છે. આ સેવાના માધ્યમથી ટી.પી. સ્કીમની વિગતો મેળવવામાં સુગમતા રહે છે. આ સેવા થકી મહાનગરપાલિકાને 10,51,613 મેસેજ મળેલ છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા 30,05,624 મેસેજ મોકલવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં 64,609 લોકો દ્વારા આ સેવાનો લાભ મેળવવામાં આવેલ છે.

ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ પઘ્ધતિની અમલવારી: નેશનલ એવોર્ડ એનાયત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમિન માર્ગ સિવિક સેન્ટર ખાતે આવેલ 24 ડ્ઢ 7 કોલ સેન્ટરમાં નાગરીકો દ્વારા મહાનગરપાલિકાની જુદી-જુદી 29 શાખાઓની સેવા લગત ફરિયાદો કોલ સેન્ટર, વેબસાઇટ, મોબાઇલ એપ્લીકેશન અથવા વોટ્સએપ ચેટ-બોટના માધ્યમથી ફરિયાદો 24 ડ્ઢ 7 નોંધાવી શકાય છે.

આ ફરિયાદોના નિવારણ અને મહાનગરપાલિકાની સેવાઓની ગુણવત્તા વધે તેમજ સેવાઓ ઝડપી અને પારદર્શક બને તે હેતુથી ‘ઓ.ટી.પી. આધારિત ફરિયાદ નિવારણ’ પધ્ધતિની અસરકારક અમલવારી શરૂ કરાવેલ, જેમાં અરજદારએ પોતે કરેલ કમ્પલેઇનના નિકાલ અને કામગીરીના ફીડબેકવાળા સ્ટેટસ અપડેટ માટે ઓ.ટી.પી. વેરીફીકેશન પધ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે, અને ફરિયાદનો નિકાલ થયેથી અરજદારને એસ.એમ.એસ. થકી જાણ કરવામાં આવે છે. જો કોઇ અરજદાર પોતે કરેલ કમ્પલેઇનના નિકાલથી સંતુષ્ટ ન હોય તો તે કમ્પ્લેઇનને રી-ઓપન કરી શકે છે.

અરજદારના ફીડબેકને સ્ટાર રેટીંગ આપવાની સુવિધા, અને તેના આધારે ફરિયાદના નિકાલની ગુણવત્તા નક્કી કરવાની પધ્ધતિ અમલી બનાવવામાં આવેલ છે, જેનાથી શહેરીજનોના મહાનગરપાલિકાની કામગીરી પ્રત્યેના વિશ્વાસમાં વધારો થયેલ છે. આજ સુધીમાં મહાનગરપાલિકાન દ્વારા નાગરિકો પાસેથી કુલ 127195 ફિડબેક મેળવેલ છે. ‘ઓ.ટી.પી. આધારિત ફરિયાદ નિવારણ’ પધ્ધતિને ભારત સરકાર દ્વારા “ગફશિંજ્ઞક્ષફહ ઊફમિ રજ્ઞિ ય-ૠજ્ઞદયક્ષિફક્ષભય 2022” આપવામાં આવેલ છે, જેનાથી રાજકોટ મહાનગરપાલિકાની યશકલગીમાં વધુ એક ઉમેરો થયેલ છે.

એમ.આઇ.જી. આવાસના વેંચાણ કિંમતમાં ઘટાડો કરાતા મઘ્યમ વર્ગના પરિવારોનું ‘ઘરનું ઘર’ નું સ્વપ્ન સાકાર થયું

ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોનું પોતાના “ઘરનું ઘર” નું સ્વપ્ન સાકાર થાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લોકભોગ્ય નિર્ણય લઈ, એમ.આઈ.જી. પ્રકારના આવાસની વેચાણ કિંમત રૂ.24 લાખથી ઘટાડી, રૂ.18 લાખ કરવામાં આવેલ. જેને લીધે રાજકોટ મહાનગરપાલિકાના 1268 જેટલા ખાલી આવાસો તુરંત વેચાયા, સાથોસાથ જરૂરિયાતમંદ લોકોનું પોતાના “ઘરનું ઘર”નું સ્વપ્ન સાકાર થયું.

વિકાસકામો માટે છેલ્લા અઢી વર્ષ દરમ્યાન મંજુર કરવામાં આવેલ ખર્ચની આછેરી ઝલક…..

છેલ્લા અઢી વર્ષ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજે રૂ.988.85 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં રૂ.191.12 કરોડના રસ્તાકામ અને રૂ.143.35 કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો, રૂ.119.06 કરોડના ખર્ચે આવાસ યોજનાના કામ, વોટરવર્ક્સ રૂ.103.72 કરોડના ખર્ચે વોટરવર્ક્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામો, તથા રૂ.50.09 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં બ્રિજ સહિતનાં કામો કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.