Abtak Media Google News

રાજકોટમાં અયોધ્યા ચોક પાસે આવેલા સ્પાયર કોમ્પલેક્ષમાં પિરામીડ સોલ્યુશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કંપની દ્વારા ઈન્ટીરીયર, ટૂર્સ એન્ડ ટ્રાવેલ, ફોરેન એજયુકેશન, રીયલ એસ્ટેટ, ઈમ્પોર્ટ-એકસ્પોર્ટ, ઈવેન્ટ મેનેજમેન્ટ વગેરે સેવાઓ એક જ જગ્યાએથી પૂરી પાડવામાં આવનારી છે.

Advertisement

આ ઉદ્ઘાટન પ્રસંગે પિરામીડ સોલ્યુશનના પરિવારજનો, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પિરામીડ સોલ્યુશનના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું કે, રાજકોટના પ્રજાજનો તેના ઘરમાં નાનામાં નાનીથી લઈને મોટી સમસ્યાઓમાં રિપેરીંગની જરૂરીયાત હોય ત્યારે કારીગરો મળતા નથી અને મળે છે તો સમયસર કાર્ય પૂરું કરતા નથી. એટલા માટે અમે આ પિરામીડ સોલ્યુશનનો પ્રારંભ કર્યો છે અને કોઈ પણ નાગરિક તેની સમસ્યાનો ફોટો પાડી વોટ્સએપ કરશે તો તેની સમસ્યાનો તુરંત નિકાલ લાવવા માટે અમે કારીગરો મોકલી આપીશું.

અમારો બીજો ઉદ્દેશ ગ્રાહકોને ડોર ટુ ડોર રેલવે, ઈન્ટરનેશનલ, ડોમેસ્ટ્રીક ફલાઈટ, બસ વગેરેની ટિકિટો પહોંચાડવાની ઉપરાંત ઈન્ટરનેટ, મોબાઈલ કનેકશન લીઝલાઈન વગેરે પ્રકારની વિવિધ કંપનીઓની સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરનારા છીએ. અમારો ઉદ્દેશ ગ્રાહકોને જે સેવાઓ જોઈએ છે તે સેવા એક જ સ્થળેથી પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.