Abtak Media Google News

શહેરના ખ્યાતનામ આર.જે. હલચલ બોય સુજલે યે દિલ હૈ મુશ્કેલીના કવર વર્ઝન સોંગ સાથે યુટયુબ ઉપર ધૂમ મચાવી છે. આ તકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલાહલચલ બોય સુઝલે કહ્યું હતુ કે, મારો પ્રથમ શોખ ગીત ગાવાનો હતો. ત્યારબાદ બે આર.જે.ની કારકીર્દી પસંદ કરી હતી.

હલચલ બોય સુઝલ સાથે સોંગના પ્રોડયુસર અને કલાકાર રિકીન જોષી, ડીરેકટર જય પાનેરી, એકટ્રેસ માહી કુંડલીયા સહિતના મુલાકાતે આવ્યા હતા. સોંગની સીનેમોટોગ્રાફી નયનજીત ખારાએ કરી છે. સોંગનું શુટીંગ અમદાવાદ, રાજકોટ, માધવપુર, સાસણ અને રાજકપોટમાં થયું છે.

સોંગના શુટીંગ પાછળ ૩૪ લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતુ આગામી સમયમાં નવું ઓરીજનરલ સોંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના અમિત ત્રિવેદી અથવા એશકિંગનો અવાજ લેવાશે તેવું જણાવાયું છે. આ સોંગ મહિનાના અંત સુધીમાં રીલીઝ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.