Abtak Media Google News

અમદાવાદમાંથી બાળકોને ભીખ મંગા કરતી ગેંગ ઝડપાઇ;ભીખ મંગાવી બાળકોની આવક પર તાગડધીન્ના કરતા લોકોની પોલીસે કરી ધરપકડ

બાળકો સાથે અવાર નવાર અન્યાય ભર્યા કિસ્સાઓ આપણે સાંભળતાચ હોઇએ છીએ અને ઘણીવાર ભીખ માગતા બાળકોને જોઇ આપણે વિચારીએ છીએ કે આ બાળકોના અભ્યાસની ચિંતા પણ થતી હશે આ બાળકોના વાલીઓ નહીં હોય, પરંતુ આ તમામ પ્રશ્ર્નોના જવાબ સમી એક કીસ્સો સામે આવ્યો જેેણે આ તમામ પ્રશ્નના જવાબ આપી દીધો.

અમદવાદાના વટવા વિસ્તારમાં મોડી રાત્રે મહીલા પોલીસ દ્વારા બાળકોને ઉઠાવી જઇ તેની પાસે ભીખ મંગાવવાનું કામ કરાવતી ટોળકી ઝડપાઇ હતી. જેમાં પોલીસ દ્વારા ૧૬ બાળકોને બચાવી લેવાયા હતા સાથે ર૦ વર્ષની એક સ્ત્રીને વટવાના એક ઘર માંથી પકડી પાડવામાં આવી હતી.

અમદાવાદ પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો છે. જેમાં સેકસન ૩૬૩ (એ) આઇપીઓ ધારા મુજબ  કીડનેપીંગ માઇનોર નો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં હજુ વધુ લોકોની ઓળખની શંકા પોલીસ સેવી રહી છે.

અમદાવાદ એસીપી મહીલા મીની જોસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસને વટવા પોલીસ દ્વારા પકડવામાં આવેલી બે બાળકીઓ પકડવામાં આવી અને તેમના દ્વારા જીલ્લા બાળ સંરક્ષણ અધિકારી દીલીપ મેરને જાણ કરી હતી અને આ બાળકીના કહેવા પ્રમાણે હજુ વધુ બાળકો અમાી સાથે છે અને તે ‘માસી’ પાસે છે.

છેલ્લા બાળ સંરક્ષણ અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને મળી આવેલ બાળકીના સ્ટેટમેંટ પ્રમાણે એક મહીના સુધી વટવા વિસ્તારમાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવતી હતી અને બાળકોના બતાવેલ સ્થળ પર નજર રાખવામાં આવી રહી હતી જયારે પોલીસ આ બાબતે સાચી સાબીત થઇ તેના અંતે આ જગ્યા પર ગુરુવારે રાતે જયારે રેડ પાડવામાં આવી ત્યારે સલાટ, સમ્પટ અને અલાટના ત્રણ બાળકો સાથે અન્ય ૧ર બાળકો મળી આવ્યા હતા. જયારે આ ૧ર બાળકોની ઓળખ પર પ્રશ્ર્ન કરવામાં આવ્યા ત્યારે તેણે કીધું કે જે ત્રણ છે એ તેમના બાળક છે ત્યારે પોલીસે પોતાનું એચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને બીજા ત્રણ બાળકો નજીકના ઝાડ પાસે સુતા મળી આવ્યા હતા. આ તમામને ઇસ્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

આ તમામ બાળકોની પુછપરી કરતા તેમાંથી એક બાળકીએ જણાવ્યું હતું કે તેને પુનાથી ઉપાડી લેવામાં આવી છે તેને કામની લાલચ આપી પકડી ઉપાડી લેવામાં આવી છે. સલાટનો એક દીકરો પુનામાં રહે છે આ કીડનેપીગના રેકેટમાં સામેલ હોય તેવી પણ આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ હાલ તે બાળકીઓની ઓળખાણ માટે પુનાના પોલીસ તંત્ર સાથે કાર્યવાહી કરી રહ્યા છે. બાળકોને હાલ અલગ અલગ બાળ સંભાળ ઘરોમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે સમ્પટ અને સલાટ ને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.