Abtak Media Google News

૩ દિવસ ભરચક ધાર્મિક કાર્યક્રમો સોમવારે લોકડાયરો યોજાશે

હડમતીયા બેડી ખાતે આવતીકાલથી રાધાકૃષ્ણ તથા રામદરબારનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મહોત્સવમાં ૧૩મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ૧રમીએ રાત્રે ૯ કલાકે અલ્પાબેન પટેલ, પોપટભાઇ માલધારી અને ભોજાભાઇ ભરવાડને લોકડાયરો યોજાશે.

Advertisement

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કાલે સવારે ૮.૩૦ કલાકે હેમાંદ્રી, દેહશુઘ્ધી, પાયશ્રીત, ગણેશ પૂજન, બ્રાહ્મણપૂજન, બપોરે ૨.૩૦ કલાકે સ્થાપીત દેવોનું આહવાન પૂજન અને ધાન્યા ધિવાસ યોજાશે.

સોમવારે સવારે ૮.૩૦ કલાકે સામૈયા, જલયાત્રા, શોભાયાત્રા, મંડપમાં પ્રવેશ, ગૃહશાંતિ યજ્ઞ, બપોરે ૨.૩૦ કલાકે સ્નપન વિધી, ન્યાસવિધી, વાસ્તુશાંતિ, શૈયાધિવાસ, આરતી, સ્તુતિપાઠ, મંગળવારે સવારે ૮.૩૦ કલાકે સ્થાપીત દેવ, પુજન, પ્રધાન હોમ, પ્રાણપ્રતિષ્ઠા, શિખરપુજન, ઘ્વજારોહણ, બપોરે ૨.૩૦ કલાકે ઉતરપુજન, બીડુ હોમવાનું, મહાઆરતી, બ્રાહ્મણોનો સત્કાર, પ્રવચન યોજાશે. મંગળવારે બપોરે ૧ર કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સોમવારે રાત્રે ૯ કલાકે કોકીલ કંઠી અલ્પાબેન પટેલ, પોપટભાઇ માલધારી અને ભોજાભાઇ ભરવાડ લોકડાયરામાં ભજનની રમઝટ બોલાવશે. આ પાવન પ્રસંગે શાસ્ત્રી જયેશભાઇ બધેકા, કાનદાસ કુબાવત, હસુ ભગત, કનુ ભગત, લાલદાસ બાપુ, બજરંગદાસ બાપુ, મહંત જયરામદાસબાપુ, રાજેન્દ્ર બાપુ, સંતમપી રામબાપુ, રાધેશ્યામ બાપુ, વિઘાનંદબાપુ, હેમંતગીરી ગૌસ્વામી અને રામાનંદજી બાપુ ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.