Abtak Media Google News

સારવાર માટે આવેલા અમરેલીની કેદી પાર્ટીમાંથી એક કેદી ભાગ્યો: પોલીસે ફિલ્મીઢબે પીછો કરી દબોચી લીધો

સિવિલ હોસ્પિટલમાં આજરોજ બપોરે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં સારવાર માટે અમરેલી થી આવેલી કેદી પાર્ટીમાંથી એક કેદી પોલીસ છાપતામાંથી રફુચક્કર થઈ જતા પોલીસે ફિલ્મી ડબ્બે તેનો પીછો કરી મેડિકલ કોલેજ પાસેથી ડબ્બોચી લીધો હતો. ક્ષણભર માટે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીથી ચાર કેદીઓને લઈને પોલીસ કેદી પાર્ટીને સારવાર માટે રાજકોટ લઈ આવ્યા હતા. તે દરમિયાન પોલીસવાન સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પાસે રાખીને કેદીઓની સારવાર માટે તેમને વોર્ડમાં લઈ જતા હતા. પરંતુ તે દરમિયાન જ એક કેદી પોલીસ જાપ્તો તોડીને ભાગવા લાગ્યો હતો.

જેના જવાબમાં પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને ત્યાં હાજર લોકોના વાહન પાછળ બેસી પોલીસે ફિલ્મીઢબે ભાગેલા કેદીનો પીછો કર્યો હતો. મેડિકલ કોલેજ સાઇડ ભાગેલા કેદીને પકડવા માટે પોલીસે વાહન પર તેનો પીછો કરી રહી હતી. ત્યારે આ કેદીને પોલીસે મેડિકલ કોલેજ પાસેથી જ દબોચી લઈ હાશકારો અનુભવ્યો હતો.પોલીસના જાપ્તામાંથી ભાગેલા કેદીને થોડી જ ક્ષણોમાં દબોચી લઈ પોલીસે મેથીપાક ચખાડ્યો હતો. આ તમામ ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલમાં થોડીવાર માટે ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.