Abtak Media Google News

બાળકો, ઘરની જવાબદારી, એલઆઈસીની કામગીરી વચ્ચે ૪૨ વર્ષની વયે જવલંત સફળતા મેળવી

દેશમાં સ્ત્રી પુરૂષને સમાન દરજજો મળે તેમજ સ્ત્રી સશકિતકરણની અનેક યોજનાઓ, પ્રોત્સાહનો અને સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે અલ્કાબેન સંજયભાઈ દેવાણી પોતાના જીવનમાં કરેલ કાર્ય, કૌટુંબિક જવાબદારી, અદ્ભૂત શિક્ષણ અને મેળવેલ સિધ્ધિઓથી સ્વબળે દાખલા રૂપ જીવનજીવી સમગ્ર નારીજગત માટે ગૌરવપ્રદ ઉદાહરણ બની રહ્યા છે.

માત્ર ૨ બેડ, હોલ કિચનના ફલેટમાં રહેતા એવા અલ્કાબેનને હજુ મનમાં અધુરા અભ્યાસને પૂરો કરી અગળ વધવાની તિવ્ર ઝંખના ઉદભવી રહી હતી. મોટાબનેવી એવા દિનેશ કારીઆ કે જેઓ વ્યવસાય ઉપરાંત ભાજપના અગ્રણી આગેવાન હોવા ઉપરાંત રઘુવંશી સમાજમાં પણ આગવુ નામ ધરાવે છે. જેમના અનેક કાર્યોમાં પહોચી વળવાના ગુણને અલ્કાબેને આત્મસાત કરી ફરી અભ્યાસ શરૂ કરવાનું પ્રણ લીધુ અને ૨૦૧૭માં ફાર્મસીમાં ફોર્મ ભર્યું, ભુજની કોલેજમાં મળી રહેલા પ્રવેશ અંગે સંચાલકોને આજીજી કરી કુટુંબ, બાળકો તથા ઘરની જવાબદારીથી વાકેફ કર્યા અને રાજકોટમાં જ બિ. કે.મોદી ફાર્મસી કોલેજમાં એડમીશન મેળવ્યું ૧૯૭૫માં જન્મ અને ૨૦૧૭માં ફાર્મસી કોલેજમાં એડમીશન એટલે વાચકો સમજી શકે કે કોલેજમાં ૪૨ વર્ષની આ ગુજરાતણ અને અન્ય વિદ્યાર્થીઓઆન્ટી કહીને બોલાવતા પરંતુ હિમંત હાર્યા વિના આ કોલેજ વુમન પોતાના ધ્યેય ને વળગી રહ્યા બધી જ જવાબદારીઓ સંભાળતા સંભાળતા જીંદગીની આકરી પરીક્ષા સાથે ફાર્મસીની પરીક્ષામાં અદ્વિતિય પરિણામ મેળવ્યું અને કોલેજ ફર્સ્ટ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો. એમની સફળતા દેવાણી, રાજા, રઘુવંશી કે ફકત કોલેજ પરિવાર માટે જ નહી પરંતુ સમગ્ર મહિલા સમાજ માટે પ્રેરણા રૂપ છે. તેમજ આ દાખલારૂપી જીવન માટે દરેક નારી ગૌરવ અનુભવે છે. આ તકે ભારતીબેન તેમજ ધીરજલાલ રાજા દિકરીની આ સફળ યાત્રાથી ધન્યતા અનુભવી રહ્યા છે.

આજે અલ્કાબેનનો મોટો પુત્ર કોલેજમાં તેમજ બંને ટવીન્સ ધો.૮માં હંમેશા ૯૦%થી ઉપરની સરેરાશ સાથે અભ્યાસ કરી રહ્યા છે. જે તેમની તેમજ તેમના લાઈફ પાર્ટનર સંજયભાઈની કુટુંબ પ્રત્યેની લાગણીસભર મહેનતનું ઉમદા ઉદાહરણ છે.

આ તકે ખાસ જણાવવાનું કે આવતીકાલ તા.૨૦ ઓકટોબરના રોજ અલ્કાબેન દેવાણીનો જન્મદિવસ છે. ત્યારે જેને ખરેખર ખુશહાલ જીંદગીનો મુકામ કહી શકાય ત્યાં પહોચેલા અલ્કાબેનને સમગ્ર દેવાણી પરિવાર,રાજા પરિવાર, બિ.કે. મોદી ફાર્મસી કોલેજ, રઘુવંશી સમાજ, વૈશાલીબેન અને દિનેશભાઈ કારીયા હૃદયપૂર્વક શુભકામના પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.