Abtak Media Google News

પીજીવીસીએલનું સતત પાંચમા દિવસે ચેકીંગ

આજી-2, વાવડી, આજી ઇન્ડસ્ટ્રીયલ, માધાપર, કોઠારિયા રોડ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં પણ 11 ટીમોનું રાત્રી ચેકીંગ

 

Advertisement

અબતક, રાજકોટ

પીજીવીસીએલ દ્વારા સતત પાંચમા દિવસે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 38 ટીમોએ વાવડી, ખોખળદળ, રૈયા રોડ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું છે. વધુમાં ગઈકાલે રાત્રીના 11 ટીમોએ પણ ચેકીંગ હાથ ધર્યું હતું. આ બન્ને ડ્રાઇવમાં રૂ. 30.5લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.

પીજીવીસીએલ દ્વારા લગાતાર 4 દિવસથી શહેરમાં દરોડાની કાર્યવાહી કર્યા બાદ આજે પાંચમે દિવસે પણ દરોડા યથાવત રાખવામાં આવ્યા હતા. જેમાં આજના દિવસે વહેલી સવારથી સિટી ડિવિઝન-3 હેઠળના વાવડી, ખોખળદળ, રૈયા રોડ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં 38 ટીમોએ એસઆરપીની 7 ટીમોને સાથે રાખી ચેકીંગ હાથ ધર્યું હતું. આ ટીમોએ વેલનાથ જડેશ્વર, શિવધારા સોસાયટી, રાધાક્રિષ્ના સોસાયટી, મયુરપાર્ક, પરાશર પાર્ક, શેઠનગર, સહિતના વિસ્તારોમાં કનેક્શનોની સઘન તપાસ કરી હતી.

બીજી તરફ ગઈકાલે રાજકોટ સિટી સર્કલ હેઠળ રાજકોટ શહેર વિભાગ-1, 3 હેઠળ રાત્રીના કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ (રાત્રિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજી-2, વાવડી, આજી ઇન્ડ, માધાપર, કોઠારિયા રોડ સબ ડિવિઝન હેઠળ આવતા મોરબી રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં 11 ટીમોએ એસઆરપીની 6 ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું.

કાલે રાત્રીના અને બીજે દિવસે સવારે હાથ ધરાયેલી  ચેકીંગ ડ્રાઇવમાં કુલ 1050 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 103 કનેક્શનમાં ગેરરીતી ઝડપાઇ હતી. તેઓને રૂ. 30.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાહેર કરાયુ છે.

વીજ કંપનીની 38 ટીમોએ એસઆરપીની 7 ટીમોને સાથે રાખી કનેક્શનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.