સર્ચ ઓપરેશનમાં ગુજરાત એટીએસ પણ જોડાયું : અમદાવાદમાં 4, વડોદરામાં 5 અને સુરતમાં 11 પેઢીઓ પર કવાયત હાથ ધરાઈ

પ્રાથમિક તપાસ દરમિયાન 29 કરોડ રૂપિયાની કર ચોરી કરી હોવાનું સામે આવ્યું

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગની સાથે જીએસટી દ્વારા તવાઈ બોલવામાં આવી રહી છે અને કાર્યવાહી દરમિયાન ખુબજ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ પકડાયા છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે. એટલુંજ નહીં આ કાર્યવાહીમાં ગુજરાત એટીએસ પણ જોડાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 4 પેઢી, વડોદરામાં 5 પેઢી અને સુરતમાં 11 પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. અને બોગસ બિલોની સાથે કાગળ ઉપરની કંપનીઓ સામે આવતા ઘટસ્ફોટ થયો હતો. કાર્યવાહી દરમિયાન પ્રથમ તબક્કામાં 29 કરોડ રૂપિયાની કર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતુ.

જીએસટી વિભાગ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બોગસ બીલીંગને ડામવા માટે સ્ટેટ જીએસટી દ્વારા કાર્યવાહિ કરવામાં આવી છે. ત્યારે ત્રીજા તબક્કાની રેડમાં 20 પેઢી પર દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં 18  કંપનીઓ બોગસ હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું હતું અને બોગસ બિલો પણ ઝડપાયા હતા.

બોગસ કંપનીના બોગસ બિલ થકી 29 કરોડ રૂપિયાની કર ચોરી કરવામાં આવી હતી. અમદાવાદના ચાર સ્થળે દરોડા કરી 4 પેઢી પર કાર્યવાહિ કરવામાં આવી હતી.

વડોદરામાં પણ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પાંચ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જ્યારે સુરતમાં 16 સ્થળો પર 11 પેઢી પર દરોડા પાડી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કુલ 25 જગ્યાઓ અને 20 પેઢી પર દરોડા કરી કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. દરોડા પડ્યાની જાણ થતા 18 લોકો ફરાર થઈ જવા પામ્યા હતા.

જેમને પકડવાની કાર્યવાહિ હાધ ધરાઈ છે. જ્યારે 12 નવેમ્બરે 50 બોગસ પેઢી અને 29 નવેમ્બરે 40 બોગસ પેઢી પર જીએસટી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ હતી. ત્યારે 20 કંપનીઓએ 145 કરોડના બીલ ઈશ્યું કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.