Abtak Media Google News

કોરોનાની સંભવીત લહેરને ઘ્યાનમાં રાખી રાજય સરકારનો નિર્ણય

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે.

ભારતને કોવિડની સંભવિત ત્રીજી લહેરના ખતરાથી ઉગારી લેવા માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવી રહ્યા છે. એકતાનગર અર્થાત કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનીટિ ખાતે આવતા સહેલાણીઓ માટે આવતીકાલ  મંગળવારથી માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલ કોરોનાનો કોઇ ખતરો નથી. ગઇકાલે રાજયમાં નવા ત્રણ કેસ નોંધાયા હતા. હાલ રાજયમાં માત્ર 35 એકિટવ કેસ છે. એક પણ દર્દી વેન્ટીલેટર  પર નથી તમામની હાલત સ્થીર છે. દરમિયાન વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. દેશવાસીઓનો કોરોનાની વધુ એક લહેરનો સામનો ન કરવો પડે તે માટે નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર અર્થાત વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે રોજ હજારો લોકો આવે છે. દરમિયાન હવે અહીં આવતા સહેલાણીઓ માટે  આવતીકાલથી માસ પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોવિડ ગાઇડ લાઇનનું પણ પાલન કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.