Abtak Media Google News

બદલાતાં સમય સાથે હવે યુવાનો પણ નિતનવી ફેશન કરતાં થયાં છે. એટલે કે પહેલાં વાળમાં એક જ કલર કરતા યુવાનો આજ કાલ વાળ રેઇનબો કલરથી રંગતા થયાં છે. યુવાનોમાં અલગ-અલગ કલરથી વાળને કલર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

Advertisement

સામાન્ય રીતે યુવાનો પહેલાં વાળમાં ડાર્ક બ્રાઉન, બરગંડી, બ્લેક જેવાં કલરનો ઉપયોગ વધુ કરતાં હતાં ને બાદમાં ગોલ્ડન કલરનો ક્રેઝ યુવાનોમાં વધુ જોવા મળતો. જ્યારે આજ કાલ યુવાનો રેઇનબો કલર કરતાં થયાં છે.

The Rainbowરેડ, પર્પલ, યલો, પેરટ ગ્રીન, ઓરેન્જ અને બ્લૂ કલરથી વાળમાં રેઇનબો બનાવવાનો શોખ યુવાનોમાં જોવા મળે છે. પહેલાં યુવાનો બધા જ હેરમાં એક કલર કરતાં અને હવે વાળનાં સરખા સાત ભાગ પાડીને અલગ-અલગ કલર કરતાં જોવાં મળે છે. ખાસ કરીને પાર્ટી, પિકનિક વેડિંગ ફંકશનમાં આ ટ્રેન્ડ વધારે જોવાં મળે છે.

આ ઉપરાંત હિડન રેઇનબોનો ટ્રેન્ડ પણ યુવાનોને વધુ આકર્ષે છે. હિડન રેઇનબોમાં યુવાનો બધા વાળમાં કલર નથી કરતાં પણ માત્ર વાળની નીચેનાં ભાગમાં કલર કરે છે, જે રેઇનબો કલર હોય છે.

Korean Kpop Boy Band Group Exo Exo K Sehun Rainbow Hair Dye Colorful Hairstyles For Guys Kpopstuffરેઇનબો કલરમાં વાળમાં અલગ-અલગ કલર કરવામાં આવે છે કે જે ટેમ્પરરી અને પરમેનન્ટ હોય છે. મોટા ભાગે યુવાનો ટેમ્પરરી રેઇનબો કલર કરે છે. જેનાં તેઓ રૂ.૭૫૦થી લઇને રૂ.૨૦૦૦ ચૂકવે છે. જે વાળમાં એક વીક કે દસ દિવસ રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.