Abtak Media Google News

ભાદરવાના તડકાની ગરમી વચ્ચે સમી સાંજ બાદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જો કે સવારમાં બોપલ-શીલજમાં ઝાપટા સાથે વરસાદ હતો. ત્યારબાદ હાલમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાણીપ, ગોતા વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે સાંજનો સમય હોય ઓફિસ અને કામ ધંધેથી પાછ ફરતા લોકો વરસાદથી મુશ્કેલીમાં મુકાયા હતા.

Advertisement

Phpthumb Generated Thumbnail 3 1અંબાજીમાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો.પ્લાસ્ટિક ઢાંકીને શ્રદ્ધાળુઓ અંબાજી તરફ વધ્યા, જોકે કાચા સોના સમાન આ વરસાદ થી જ્યારે દુષ્કાળ સ્થિતિમાં રાહત મળશે ત્યારે બીજી તરફ અંબાજી તરફ આવતા પદયાત્રિકોની યાત્રા થોડી જાણે માં પોતાના ભક્તોની આસ્થાની પરીક્ષા લેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દાંતામા હવામાને પલ્ટો મારતા સમગ્ર વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી. જેથી અંબાજી જતા પદયાત્રીકોમા ખૂશીની લહેર પ્રસરી ગઈ હતી. માના ધામમાં પહોંચવા પદયાત્રીકો પ્લાસ્ટિક ઢાંકીને અંબાજી તરફ આગળ ધપી રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.