Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી મોહાલ વચ્ચે રાજકોટમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો ઉપલેટામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજકોટના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભર ઉનાળે વરસાદી માહોલ વચ્ચે જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયા હોવાની સ્થિતિ નિર્માણ પામી છે. કમોસમી વરસાદથી ખેડૂતોએ વાવેલા ઉનાળુ પાકને નુકસાન થયાનું પણ જાણવા મળી રહ્યું છે. તો જૂનાગઢ વિસ્તારમાં પણ વરસાદી માહોલથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

ઉપલેટા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું, તો ખંભાળિયા, ત્રંબા, જસદણ, મોરબી સહિતના શહેરોમાં પણ વરસાદી મોહાલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં અનેક વિસ્તારોમાં થોડીવાર માટે વરસાદી છાંટા પડ્યા હતા. ભૂજમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.