Abtak Media Google News

મુક્તિધામ સામે ૧૮૭ એકરના સરકારી ખરાબામાં ઉભા કરાયેલા મકાન, દૂકાન અને ઓરડી ખાલી કરી દેવા પશ્ચિમ મામલતદારનો હુકમ

રૈયામાં મુક્તિધામ સામે ૧૮૭ એકરના સરકારી ખરાબામાં મકાન, દુકાન અને ઓરડી ખાલી કરી દેવા પશ્ર્ચિમ મામલતદારે હુકમ કર્યો છે. આ વિસ્તારના ૪૩૪ મિલકત ધારકોને મામલતદારે નોટિસ ફટકારીને ૭ દિવસની મુદત પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રૈયા સર્વે નં.૩૧૮ની મુક્તિધામ સામે આવેલી ૧૮૭ એકર ખરાબાની જમીન ઉપર મકાન, દુકાન અને ઓરડી સહિતના ૪૩૪ બાંધકામનું દબાણ આવેલુ છે. આ દબાણ સામે પશ્ચિમ મામલતદાર પી.વી.ભગોરાએ કાર્યવાહી શરૂ કરી છે. જે સંદર્ભે પશ્ર્ચિમ મામલતદારે ૪૩૪ મિલકત ધારકોને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં દબાણ ૭ દિવસની અંદર ખાલી કરી દેવાની સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨ દિવસથી પશ્ચિમ મામલતદારની ટીમ દ્વારા આ વિસ્તારનો સર્વે ચાલતો હતો. આ સર્વેમાંથી દબાણની પુરતી વિગતો મેળવ્યા બાદ પશ્ચિમ મામલતદારે ડિમોલીશનની તૈયારી આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.