Abtak Media Google News

ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુના નામ સોમવારે દેશના સર્વોચ્ચ ખેલ સન્માન ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ માટે સંયુક્ત રીતે સૂચવવામાં આવ્યા છે.

Advertisement

એવોર્ડ સિલેક્શન કમિટીના સૂત્રોએ જણાવ્યું કે, 29 વર્ષીય ક્રિકેટર વિરાટ કોહલીનું નામ 2016માં પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે સૂચવવામાં આવ્યું હતું,પરંતુ સિલેક્શન કમિટીએ તેમની પસંદગી કરી ન હતી. કોહલીનું નામ આ વર્ષે ફરી એકવાર સૂચવવામાં આવ્યું છે.કોહલી અત્યારે બેટ્સમેન માટેના ICC ટેસ્ટ રેન્કિંગને લીડ કરી રહ્યો છે

અત્યારે એકદમ ફોર્મમાં છે.જો રમત-ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ કોહલીના નામ પર મહોર મારશે તો ખેલરત્ન એવોર્ડ મેળવનારો કોહલી ત્રીજો ક્રિકેટર હશે.આ પહેલા ક્રિકેટ લેજેન્ડ સચિન તેંડુલકરને 1997માં અને બે વર્લ્ડકપ જીતનાર કેપ્ટન-સ્કિપર મહેન્દ્રસિંહ ધોનીને 2007માં ખેલરત્ન એવોર્ડ મળી ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.