Abtak Media Google News

ફરજમાં બેદરકાર એવા 20 કંડક્ટરોને સસ્પેન્ડ કરાયા

રાજકોટ મહાનગરપાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સિટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા 45 લોકો પકડાયા હતા. જેઓની રૂ.4950નો દંડ ફટકારવામાં આવ્યો છે.

એક સપ્તાહમાં સિટી બસમાં 95,893 કિલોમીટર ચાલી હતી. જેમાં 1,80,816 મુસાફરોએ મુસાફરી કરી હતી. કામમાં ક્ષતિ બદલ બસ ઓપરેટર એજન્સી શ્રી મારૂતિ ટ્રાવેલ્સને રૂ.3 લાખ અને ફેર કલેક્શન કરતી એજન્સીને અલ્ટ્રા મોડર્નને રૂ.25,800નો દંડ ફટકારવામાં આવ્યો છે. સિટી બસમાં કામગીરીમાં બેદરકારી સબબ 14 કંડક્ટરને હંગામી ધોરણે અને 6 કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીઆરટીએસ બસ 48,546 કિલોમીટર ચાલી હતી. જેમાં 1,81,572 મુસાફરોએ લાભ લીધો હતો. એક્સ આર્મી મેન અને સિક્યુરિટી પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી શ્રી રાજ સિક્યુરિટી સર્વિસને દંડ ફટકારવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.