Abtak Media Google News

ઘણા લોકો વેક્સિનેશન અંગેની સમસ્યા અનુભવે છે. કાઉન્સેલીંગ સેન્ટરમાં આવતા ફોન કે લોકોને સરળતાથી વેક્સિન મળી રહે તેવું કઈક આયોજન થવું અને લોકોમાં જાગૃતતા લાવવી ખુબ જરૂરી છે તો લોકો વેક્સિન વિષે શું સમસ્યા અનુભવે છે અને તેમના વેક્સીન  અંગેના શું મંતવ્યો છે તે જાણવા માટે મનોવિજ્ઞાન ભવનના સર્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

Advertisement

આ સર્વેમાં કુલ 2727 લોકોએ પોતાના રિસ્પોન્સ આપ્યા હતા. જેમાં 31.50% સ્ત્રીઓ અને 68.50% પુરૂષો હતા અને 66.10% લોકો ગ્રામ્ય વિસ્તારના તથા 33.90% લોકો શહેરી વિસ્તારના હતા.

વેક્સિન માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં શું મુશ્કેલી પડે છે?

જેમાં 35.40% લોકોએ જણાવ્યું કે અમારે નેટ નથી આવતું. 8.70% એ કહ્યું કે ઓનલાઇન સાધન નથી.  25.20% લોકોએ કહ્યું કે ઓનલાઇનમા ખબર નથી પડતી અને 44.90% લોકોએ જણાવ્યું કે સાઈટ જ ખુલતી નથી.

શું આપને વેક્સિનેશન રજીસ્ટ્રેશન માટેની પુરતી માહિતી છે?

જેમાં 67.70% લોકોએ જણાવ્યું કે અમારી પાસે પુરતી માહિતી નથી અને 32.30% લોકોને વેક્સિન રજીસ્ટ્રેશન માટેની પુરતી માહિતી હતી.

શું તમે વેક્સિન લીધી છે ?

જેમાં ચોકાવનારી બાબત એ જોવા મળી કે 81.10% લોકોએ હજુ વેક્સિન લીધી નથી  અને 18.90% લોકોએ જણાવ્યું કે અમે વેક્સિન લીધી છે.

શું તમારા મતે વેક્સિન એ કોરોનાથી બચવા માટેનો ઉત્તમ ઉપાય છે?

જેમાં 78.70% લોકોએ જણાવ્યું કે હા વેક્સિન એ કોરોનાથી બચવા માટેનો ઉત્તમ ઉપાય છે અને 21.30% લોકોએ ના કહી હતી.

શું તમારા મત મુજબ વેકસીનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં કાઈ ફેરફાર થાય છે?

જેમાં 52.80% લોકોએ હા કહી હતી અને  47.20% લોકોએ ના કહી હતી.

શું વેક્સિન લેવામાં તમે ડર અનુભવો છો?

જેમાં 25.20% લોકોએ હા કહી હતી અને 74.80% લોકોએ ના કહી હતી.

વેક્સિનનું રજીસ્ટ્રેશન ઓનલાઇન રાખ્યું છે તે શું યોગ્ય છે?

જેમાં 77.10% લોકોએ જણાવ્યું કે આ અયોગ્ય છે અને  25.2% લોકોએ જણાવ્યું કે યોગ્ય છે.

લોકોએ જણાવ્યું હતું કે ઓનલાઇન રજીસ્ટ્રેશન મા ખૂબ મુશ્કેલી અનુભવી છીએ, અભણ અને ગરીબ વર્ગના લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકે?

પ્રથમ ડોઝ એન્ડ બીજા ડોઝ ના ટાયમટેબલ ગોઠવો ગામડા માં એક ડોઝ લીધા બીજા માં વારો નથી આવતો, અભણ માણસો ને ઓનલાઇન માં બવ તકલીફ પડે છે

વેક્સિન સરળતાથી મળી રહે તે માટે શું કરવું જોઈએ ?

તે માટેના સૂચનો આપતા જણાવ્યું કે દરેક ગામડા અને શહેરમાં નાના-મોટા દવાખાનામાં વેક્સિન પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ, યોગ્ય રજીસ્ટ્રેશન કરવું જોઈએ, વેક્સિન નું ઉત્પાદન વધારવું, દરેક ક્ષેત્રમાં પોલીંગ બુથ હોય જ ત્યાં શરુ કરી દેવી જોઈએ . પોલિયોની જેમ ઘરે ઘરે જઈને વેક્સિન આપવી જોઈએ.  દરેક શાળાઓમાં, કંપનીઓમાં, ઉધોગોમાં, સોસાયટીમાં, વેક્સિન મૂકવા ના કેમ્પો હોવા જોઈએ. તથા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેક્સિન મૂકવા માટે ના કેમ્પો હોવા જોઈએ. ઓફલાઈન રજીસ્ટ્રેશન થવું જોઈએ, વસ્તીગણતરી સમયે જેવી રીતે માળખું હોય તે રીતે જરૂરી સાવધાની અને સાધનો સાથે વેક્સીન રેજીસ્ટ્રેશન કરાવી શકાય જેથી જ્યા સુવિધા નથી ત્યા પણ રજીસ્ટ્રેશન થાય.  દરેક વોર્ડ વાઈઝ વેક્સિન મળી રહે તેવું કરવું જોઈએ જેમકે જે વોર્ડમાં જઈને મત આપતા હોઈએ એ વોર્ડના નાગરિકને ત્યાં જ વેક્સિન મળી રહે એ વ્યવસ્થા કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.