Abtak Media Google News

૩૦%ને પહેલો અને ૭૦%ને બીજો ડોઝ અપાશે

‘તાઉતે’ વાવાઝોડાને લીધે રાજકોટ શહેર ઉપરાંત રાજ્યભરમાં વેકસીનેસનની કામગીરી બંધ રાખવામાં આવી હતી જે આજ રોજથી રાબેતામુજબ ચાલુ કરી દેવામાં આવી છે. જેના પગલે સેન્ટરોની બહાર વહેલી સવારથી જ કતારો જામી ગઈ હતી.

Advertisement

વેકસીનેસન દરમ્યાન રાજકોટ શહેરના ૪૫ થી મોટી ઉંમરના નાગરિકો માટે ૨૫ સેસન સાઈટ રાખવામાં આવેલ છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો સહિત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્યકુંવરબા હોસ્પિટલ, શિવશક્તિ સ્કૂલ અને ચાણક્ય સ્કૂલ (ગીત ગુર્જરી સોસાયટી) સેસન સાઈટનો સમાવેશ થાય છે. દરેક સાઈટ પર ૧૦૦ નાગરિકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે, જેમાં ૩૦% પહેલો ડોઝ લેનાર નાગરિકો અને ૭૦% બીજો ડોઝ લેનાર નાગરિકોને રસી આપવામાં આવશે. કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધી બાદ ૮૪ દિવસે લેવાનો રહેશે.

૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે શહેરમાં ૫૦ સેસન સાઈટ ખાતે વેકસીનેસનની કામગીરી કરવામાં આવશે જ્યાં દરેક સાઈટ પર ૧૦૦ લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. સેસન સાઈટ દરરોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ થશે અને તેના પરથી વેકસીનેસન સ્લોટ બુક કરવાનો રહેશે.વેકસીનેસનનો સમય સવારે ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે. તેમ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.