Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ કરતા બિનશૈક્ષણિક વર્ગનાં કરાર આધારિત ૩૦૦ જેટલા કર્મચારીઓને એજન્સી હેઠળ મુકવાનો નિર્ણય લીધો છે. જેને લીધે કર્મચારીઓને પીએફ્ મળશે પણ માસિક પગારમાં ૧૨ ટકાનો સંભવત: ઘટાડો થઇ જશે… જેથી એજન્સી હેઠળ મુકતા પહેલા પગાર વધારો કરવામાં આવે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. જોકે કુલપતિ પણ કાર્યકારી હોવાથી નીતિવિષયક કોઈ નિર્ણય લઇ શકે તેમ નથી.જેને કારણે વર્ગ૩ નાં કર્મચારીઓ કફોડીં સ્થિતિમાં મુકાયા છે…

Vlcsnap 2018 05 26 15H53M36S88જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ગ 3ના બિનશૈક્ષણિક કર્મચારીઓએ કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરિબેન દવે અને સિન્ડિકેટ સભ્ય ડો.નેહલભાઈ શુકલને રજુઆત કરી હતી કે અમારો છેલ્લા ૩ વર્ષથી પગાર વધ્યો નથી અને હવે એજન્સી હેઠળ મુકવાના નિર્ણયથી અમારો પગાર ઘટી જશે. જેથી જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ થઇ પડશે.

Vlcsnap 2018 05 26 15H53M23S210જોકે આ મામલે હકારાત્મક જવાબ આપતા ડો.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે , આ મામલે સિન્ડિકેટ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.