Abtak Media Google News

એક જ બસની સાત જુદી જુદી આર.સી.બુકો રજુ કરી છેતરપીંડીમાં બે ભાઈએ બેંકને ચુનો ચોપડયો

એક જ લકઝરી બસની સાત જુદી જુદી આર.સી.બુકો બેંક પાસે રજૂ કરી દોઢ કરોડની લોનની ઉચાપત કેસમાં આરોપી વિપુલગીરી ભાણગીરી ગૌસ્વામીની જામીન અરજી રદ કરેલ છે.

વધુ વિગત મુજબ ભોલુગીરી ભાણગીરી ગૌસ્વામીએ એચ.ડી.એફ.સી બેંક પાસેથી બસ ઉપર 15 લાખની લોન લેવા માયે બસની આર.સી.બુક રજૂ કરેલી હતી. આ વ્યવહારમાં વિપુલગીરી ગૌસ્વામી લોની પરત ચુકવણી માટે જામીન થયેલા હતા. આ મુજબ વિપુલગીરી ગૌસ્વામીના ભાઈએ બસ ઉપર એક કરોડની કુલ સાત લોનો મેળવેલ હતી. લોનના હપ્તાઓની ચૂકવણી ન થતા બેંકે બસો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરતા ધ્યાન ઉપર આવેલ ભોલુગીરી ગૌસ્વામીએ જે સાત આર.સી.બુકો રજૂ કરેલી તે એક જ બસની છે.

અરૂણાચલ પ્રદેશમાંથી ભંગાર થયેલી બસોની આર.સી.બુક રાજકોટ આર.ટી.ઓમાં ટ્રાન્સફર કરાવી આરોપી ભોલુગીરીએ લોનો લીધેલી હતી બેંક પાસે વેલ્યુએશન માટે જયારે બસ રજૂ કરવામાં આવતી તે જુદાજુદા દિવસે એક જ બસ રજૂ થતી હતી. આ મુજબ આરોપી ભોલુગીરી ગોસ્વામીએ એક સાથે દોઢ કરોડની જે છેતરપીંડી કરેલી હતી તે અસ્તિત્વમાં ન હોય તેવી બસોની આર.સી.બુકો રજૂ કરી હતી.

આ વ્યવહારમાં ભોલુગીરી ગોસ્વામીના જામીન તરીકે તેના ભાઈ વિપુલગીરી ગોસ્વામી હતા. વિપુલગીરી ગૌસ્વામીની જામીન અરજીની સુનવણી વખતે સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલ હતી કે, બેંક સમક્ષ રજૂ થયેલી બસો ખરેખર સાત નહી પરંતુ એક જ હતી. જામીનદાર વિપુલગીરી ગૌસ્વામી બેંકના નાણા ભરવા માટે કોઈ તૈયારી દર્શાવતા નથી.

કોઈ પણ બસની આર.સી.બુક રજૂ કરવાના બદલે અરૂણાચલ પ્રદેશની ભંગાર થયેલ બસોની આર.સી.બુક રાજકોટ આર.ટી.ઓ.માં ટ્રાન્સફર કરાવી લોન લેવાની આ કાર્યવાહી દર્શાવે છે કે, આ સમગ્ર વ્યવહાર ગુનાહીત કાવતરૂ રચીને પાર પાડવામા આવેલ કૌભાંડ છે બેંકના નાણા જાહેર જનતાના નાણા સમાન છે. સરકાર તરફેની આ રજૂઆતોનાં અંતે સેશન્સ અદાલતે જામીનદાર વિપુલગીરી ગૌસ્વામીની રેગ્યુલર જામીન અરદી રદ કરી છે. સરકાર તરફે આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.