Abtak Media Google News

ડિજિટલ મતદાન પઘ્ધતિ અપનાવાય તો મતદાન 90 ટકા સુધી પહોંચી શકે

લોકશાહીનું મહાપર્વ એટલે ચુંટણી આ મહાપર્વનું મહત્વ નાના- મોટા સૌને સમજાય અને કિંમતી તેમજ પવિત્ર ગણાતા મતદાનનો ઉપયોગ કરે તે માટે વિવિધ સંસ્થાઓ, શાળા, કોલેજો દ્વારા જાગૃત અભિયાન ચલાવી રહ્યા છે.

‘અબતક’ ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વોટમેકસ કેમ્પેન ટીમ સંસ્થા દ્વારા પણ એક આવું જ અભિયાન શરુ કર્યુ છે. આ અભિયાનવધુમાં વધુ મતદાન થાય અને નાગરીકો પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવે તે માટે અમે શાળા-કોલેજ, મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોએ શેરી નાટક, પત્રિકા, વિતરણ અને સંકલ્પપત્રો ભરાવી રહ્યા છીએ. આજે 30 ટકા એવા મતદારો છે જે અભ્યાસ અને કામધંધામાં રોકાયા હોવાથી મતાધિકારનો ઉપયોગ કરી શકતાં નથી. અલબત ચુંટણી પંચ દરેક ઔદ્યોગિક એકમોને મતદાનના દિવસે કામદારોને રજા આપવાના આદેશ પણ કરી દીધાં છે.

આ 30 ટકા મતદારોને મતદાન કરવાનો અવસર મળે તેથી ડીઝીટલ પઘ્ધતિથી મતદાન કરવા પ્રેરાય એવી પ્રક્રિયાનું ચુંટણી તંત્રએ આયોજન કરવું જોઇએ, તેમ જાગૃતિ અભિયાન સાથે જોડાયેલા લોકોનું તારણ છે. વોટમેકસ કેમ્પેન ટીમ દ્વારા 600 જેટલી સ્ત્રી મતદારોને મતદાન કરવા સંકલ્પ કરાવ્યા છે. ખાસ કરીને યુવા પેઢી અને શહેરી મતદાતાઓ મતદાન કરવા પ્રેરાય તેવી સમજણ અને માર્ગદર્શન આપવામાં આવે છે. માત્ર માર્ગદર્શન જ નહીં સંવાદ દ્વારા પણ મતદાતાઓને મતદાન કરવા સમજાવાય છે. રાજકોટ ખાતે એક વિશેષ  મીટીંગનું આયોજન કરાયું ત્યારે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લઇ મત વ્યકત કર્યો ક લોકહાહીના મહાપર્વની ઉજવણી માટ મેકસીમમ વોટીંગ, સહિયારો પુરુષાર્થ કરીએ એ પણ આપણો સમાજ ધર્મ, નાગરીક ધર્મ અને રાષ્ટ્ર ધર્મ છે.

આ મીટીંગમાં પ્રતિનિધિઓએ મતદાન માટે પ્રચાર સામગ્રી તૈયાર કરી આડોશ પડોશમાં આપી જાગૃતતા લાવવી. આ અભિયાનમાં વિશેષ જાગૃતિ લાવવા જે તે વિસ્તારની મહિલાઓને સામેલ કરી મહત્તમ પ્રચાર અને પ્રસાર કરવો. વ્યકિતગત મ ુલાકાત,  સોશ્યલ મીડીયા, વિડીયો, ફોટો ઇમેજ નો હેશટેગથી પ્રચાર કરવો એવું નકકી કરાયું છે.

યુવા મતદાતાનું વોટિંગ વધારવા સ્કુલ કોલેજ અને યુનિવર્સિટીને સાથે રાખી વોટીંગ અવરનેશ સંબંધીત વિવિધ સ્પર્ધા અને પ્રવૃતિઓ સાથે સેમીનારનું આયોજન કરી સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવાની સાથે મતદાન સંકલ્પ પત્ર મેળવી વોટીંગ અવેરનેસ વધારવા પ્રયત્ન શરુ કર્યા છે.

આ ઉપરાંત શેરી નાટક દ્વારા જાગૃતિ લાવવી પ્રેસ મીડીયા દ્વારા જાગૃતિ અને કુરીયર ના કવર પર રાષ્ટ્રહિતમાં મતદાન, 100 ટકા મતદાન એવો રબર સ્ટેમ્પ લગાવવો જેથી વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર પર ઘર સુધી પહોંચે અને મહત્તમ મતદાન થાય એવા દ્રઢ સંકલ્પ સાથે વોટમેકસ અભિયાનનો રાજકોટ ખાતે એક નવતર અને અનુકરણીય પ્રયાસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વોટમેકસના કાર્યકર્તાઓએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લઇ આ અભિયાનમાં મીડીયા ને પણ સહયોગ અપીલ કરી હતી. હોટલ, મોલ, મંદિર, લગ્ન સમારંભ, જાહેર સ્થળોએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવશે. તેમ પણ આ સંસ્થાના સુત્રધારોએ જણાવ્યું હતું.મંગેશભાઇ દેસાઇ, ડો. પનારા, તુલસીભાઇ પટેલ, ડેનીસભાઇ આડેસરા, વિક્રમસિંહ પરમાર, ડો. શાંતનુભાઇ જીવાણી, મહેશભાઇ શેઠ, શશીભાઇ શાહ, જેન્તીભાઇ સુદાણી, ગૌતમભાઇ ધમસાણીયા વિગેરે આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.