Abtak Media Google News

સરકારી કોન્ટ્રાકટરને કવેરી અંગે નોટિસ મોકલી પતાવટ કરવા રૂ.12 લાખની લાંચ માંગી

ડેપ્યુટી કમિશનર પરિવાર સાથે પલાયન થતા સીબીઆઈએ મકાન સીલ કર્યું

ડેપ્યુટી કમિશનર નિરજસિંઘના  કહેવાથી લાંચ લેવા આંગડીયા પેઢીએ  આવેલો એજન્ટ રંગે હાથ ઝડપાયો

રાજકોટના ઈ.પી.એફ.ઓના ડેપ્યુટી રીજીયોનલ કમિશનર  નિરજસિંઘ વતી સરકારી  કોન્ટ્રાકટર પાસેથી લાંચના રૂ.2 લાખ  એજન્ટ  સ્વીકારતા  સીબીઆઈના   છટકામાં આબાદ  સપડાઈ જતા ડેપ્યુટી કમિશનર  નિરજસિંઘ પોતાના મકાનને તાળા મારી પરિવાર સાથે  પલાયન થ, જતા સીબીઆઈએ તેના મકાનને સીલ કરીશોધખોળ હાથ ધરી છે.    લાંચ સ્વીકારતા  ઝડપાયેલા  એજન્ટ ચિરાગ જસાણીને  સીબીઆઈએ રિમાન્ડ પર  મેળવ્યો છે.

ગાંધીનગર સી.બી.આઈ.ની ટીમ દ્વારા ફેબ્રુ.માસમાં રાજકોટ સ્થિત વિદેશ વેપારની કચેરીમાં ફરજ બજાવતા જોઈન્ટ ડાયરેકટરને લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા બાદ  ગાંધીનગર સી.બી.આઈ.ની ટીમ દ્વારા રાજકોટમાં ઓપરેશન હાથ ધરી ઈ.પી.એફ.ઓ.ના ડેપ્યુટી રીજીયોનલ કમિશનર ઉપર ટ્રેપ કરવામા આવી હતી.સી.બી.આઈ.ના છટકામાં રૂ.2લાખની લાંચ લેતા એજન્ટને શહેરના ગોંડલ રોડ પર આવેલ આંગડીયા પેઢીની બહારથી ઝડપી લઈ પુછપરછ બાદ ડેપ્યુટી કમિશનરને ત્યાં તપાસ માટે તેના રહેણાંક પર ટીમ પહોચી હતી પણ રહેણાંકને લોક હોય સી.બી.આઈ.એ મકાનને સીલ  કરી શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ સ્થિત ઈ.પી.એફ.ઓ.કચેરીમાં ડેપ્યુટી કમિશનર ઈ. પી.એફ.ઓ.તરીકે ફરજ બજાવતા નિરજસિંઘ દ્વારા વર્ષ 2004 વર્ષની ઉદ્યોગો અને સરકારી કોન્ટ્રાકટરોને કવેરી કાઢી તે માટેની નોટિસો ઈસ્યુ કરવામા આવી હતી અને રીકવરી માટે કાર્યવાહી કરવા માટે નોટિસોમાં જણાવવામા આવતું હતું ત્યારે રાજકોટના અક્ષર માર્ગ પર ક્ધસલ્ટીંગની ઓફિસ ધરાવતા ચિરાગ જસાણી દ્વારા ઉદ્યોગગૃહો અને કોન્ટ્રાકરોનો સંપર્ક કરવામા આવતો હતો અને સેટીંગ કરાવી દેવાનું જણાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામા આવતી હતી હોવાની  સીબીઆઈને ફરિયાદ મળી હતી.

ગોંડલ રોડ પર આવેલ સરકારી કોન્ટ્રાકટર દ્વારા આ બાબતે સી.બી. આઈ.ગાંધીનગરને ફરિયાદ કરવામા આવતા સી.બી.આઈ.દ્વારા છેલ્લા એકમાસથી બંનેના મોબાઈલ ફોન ટ્રેસ કરવામા આવી રહ્યા હતા અને અંતે ગુરૂવારે સાંજના કોન્ટ્રાકર પાસે પ્રથમ રૂ.20 લાખ બાદમાં 13 અને છેલ્લે 12 લાખ આપવાનુ નકકી કરવામા આવ્યું હતું અને આ રકમ ગોંડલ રોડ પર આવેલ આંગડીયામાં આવી  રહ્યા હોવાનું જણાવ્યા બાદએજન્ટ ચિરાગ જસાણી આ રકમ લેવા માટે આંગડીયા પેઢી પર આવ્યો હતો અને બીજીતરફ બપોરના સમયે ગાંધીનગરથી નીકળેલી સી.બી.આઈ.ની ટીમ પણ ગોંડલ રોડ પર નકકી થયા મુજબ આંગડીયા પેઢી પર પહોચી ગઈ હતી અને ત્યારે જ ચિરાગને રૂ.2 લાખ લેતા ઝડપી લીધો હતો. કોન્ટ્રાકટર સાથે રૂ.12 લાખમાં નકકી કરવામા આવ્યું હતું ત્યારે બીજીરકમ આંગડીયામાં આવે છે તેમ કહી રૂ.2 લાખ તેની પાસે છે તે સ્વીકારતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.હકીકતમાં આંગડીયામાં બીજા રૂ.10 લાખ આવ્યા પણ ન હતા પણ એજન્ટને સપડાવવા માટે સી.બી.આઈ.દ્વારા આબાદ છટકું ગોઠવવામા આવ્યું હતું.તેમાં એજન્ટ સપડાઈ ગયો હતો.બાદમાં આખી રાત સી. બી.આઈ.દ્વારા તેની પુછપરછ કરવામા આવી હતી.

ગાંધીનગર સી.બી.આઈ એ ડે.કમિશનરના એજન્ટને ઝડપી લેવામાં આવ્યો હોવાની ગંધ ડે.કમિશનરને રાત્રીના આવી જતા તે ઓસ્કાર રેસીડન્સી,સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ,150 ફુટ રીંગ રોડના નિવાસસ્થાનેથી તેમના પરિવાર સાથે રાત્રીના જ જતા રહ્યા હતા અને રાત્રીના સી.બી.આઈ.ની ટીમ તેમના નિવાસસ્થાન પર પહોચી ત્યારે લોક જણાતા મકાનને સીલ  કરી ડેપ્યુટી કમિશ્નર નિરજસિંઘની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.