Abtak Media Google News

શાળા-કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા: દેશભક્તિનાં ગીતોથી ગુંજયુ ગગન

દેશભરમાં આજે ૬૯માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટની તમામ શાળા-કોલેજો, સંસ્થાઓ ઉપરાંત સોસાયટીઓમાં ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની પ્રભાતફેરી પણ યોજાઈ હતી.

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમગ્ર રાજકોટ દેશભક્તિનાં રંગે રંગાયુ હતું. ભારત માતા કી જય અને વંદે માતરમ્ સહિતના નારાઓથી આભ ગુંજી ઉઠયું હતું. બાળકો, યુવાનો અને વૃધ્ધો તમામ લોકો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. શાળા-કોલેજોમાં પ્રજાસત્તાક દિન નિમિત્તેના કાર્યક્રમોમાં દેશભક્તિનાં ગીતો પર બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

જીવનગર

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્ર્વર મહાદેવ સમિતિ અને મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે ૬૯મો પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી રાજમાઉપર રાષ્ટ્રીય એકતા રેલી, વેશભૂષા સાથે દેશભકિતના નારાએ જબ‚ આકર્ષણ જમાવ્યું હતુ. નિબંધ, શીધ્રચિત્ર , રંગોળી, મુખપાઠ, વકતૃત્વ, વેશભુષા, શૌર્યગીત, રાસ, નાટક, એકપાત્રીય અભિનયમાં વિજેતા છાત્ર છાત્રાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ દેશની અખંડીતતા માટે જ્ઞાતિવાદ, જાતીવાદ, કોમવાદને જાકારો આપવાનો સૂર વ્યકત કરવામાં આવ્યો હતો.

સ્વામીનારાયણ ગુરૂકુલ

પ્રજાસતાક દિન નિમિતે સ્વામિનારાયણ ગુ‚કુલ રાજકોટ ખાતે મહંત પૂ. દેવકૃષ્ણદાસજી તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓએ ધ્વજ વંદન કરેલ તથ ભારતના નકશાની જેમ વિદ્યાર્થીઓ ગોઠવાયા હતા. આપ્રસંગે ગોવિંદભાઈ પટેલ , ભારતીય સંસ્કૃતિ વિષે સંબોધન કર્યું હતુ. ભારતનાં નકશામાં ગોઠવાયેલા વિદ્યાર્થીઓએ મનમોહક નજારો સજર્યો હતો.

માય ઈન્ડીયા ફર્સ્ટ ગ્રુપ

માય ઈન્ડિયા ફર્સ્ટ ગ્રુપ આજે પ્રજાસતાક દિનનું મહત્વ અને ભારતનાં બંધારણ દ્વારા નાગરીકોને આપવામાં આવેલ હકક અને ફરજો પ્રત્યે લોકોની જાગૃતતા કેળવાય તેવા શુભહેતુથી આશરે ૧૦જાર પત્રીકાઓ અને ત્રીરંગા ઝંડાઓનું વતરણ કરવામાં આવેલ સાથે સાતે ડી.જે. મ્યુઝીક દ્વારા દેશ ભકિતના ગીતો પણ ગુંજાવવામા આવેલ. પ્રજાસતાક દીનની ઉજવણીને સફળ બનાવવા સચીનભાઈ કોટક,હરેશભાઈ બોરીચા, સંજયભાઈ પંડિત અમીસભાઈ દક્ષીણી, વિક્રમભાઈ બોરીચા, અભય નાંઢા, વિશાલ નૈનુજી અને શકિતસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

કડવીબાઈ વિરાણી

કડવીબાઈ વિરાણી ક્ધયા વિદ્યાલયના મેદાનમાં તક્ષભાઈ મિશ્રાએ શાળામાં ધ્વજવંદન કર્યું તથા સાંસ્કૃતિક અને રાષ્ટ્રપ્રેમની વિવિધ પ્રવૃતિઓમાં મંડળના ક.વી.ક.વી.માધ્યમિક અને ઉ.મા.વિભાગ, સી.કે.ગોહેલ પ્રાથમિક વિભાગ, બાલમંદિર અને બાલ અધ્યાપન મંદિર વિભાગ, ઉ.મા.સાયન્સ વિભાગે ભાગ લીધો હતો.

વોર્ડ નં.૬માં ત્રિરંગો લહેરાવી સલામી આપતા મેયર

રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.૦૬માં પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સો રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દંડક રાજુભાઈ અઘેરા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ, જાડેજા, સી.કે.નંદાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, રઘુભાઈ ધોળકિયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન સરવૈયા, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ રાદડિયા, દેવુબેન જાદવ, મનીષભાઈ રાડીયા,અનિલભાઈ રાઠોડ, અજયભાઈ પરમાર, અશ્વિનભાઈ મોલીયા, બાબુભાઈ આહીર, અશ્વિનભાઈ ભોરણીયા, બીનાબેન આચાર્ય, જાગૃતિબેન ઘાડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વિજયાબેન વાછાણી, અનીતાબેન ગોસ્વામી, મીનાબેન પારેખ, વર્ષાબેન રાણપરા, અંજનાબેન મોરજરીયા, જયાબેન ડાંગર, કિરણબેન સોરઠીયા, શિલ્પાબેન જાવિયા, રૂપાબેન શીલુ, પ્રીતિબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, શિક્ષણ સમિતિના સદસ્ય કિરણબેન માંકડિયા, મુકેશ મહેતા, વોર્ડ નં.૬ના પ્રભારી પરેશભાઈ પીપળીયા, પ્રમુખ ઘનશ્યામભાઈ ફૂંગશિયા, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, જગાભાઈ રબારી, તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, કામલીયા, ભાવેશ જોશી, સિટી એન્જી અલ્પનાબેન મિત્ત્રા, કે.એસ.ગોહેલ, આસી.કમિશનર હર્ષદ પટેલ, કગરા, સમીર ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, ચુડાસમા, ડે.સેક્રેટરી કે.એચ.હિંડોચા, સી.એન.રાણપરા, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ડી.વાય.એસ.પી.ઝાલા, હેલ્ ઓફિસર ડો.રાઠોડ, ડો. ચુનારા, ડો.વિસાણી, ગાર્ડન ડાયરેક્ટર ડો. હાપલીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ ઈજનેર વાય.કે. ગોસ્વામી, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, દિગ્વિજયસિંહ તુવર, આસી.મેનેજર અમિત ચોલેરા, કારોટીયા, ઉનાવા, મારૂ, ઘોણીયા, વત્સલ પટેલ, પી.એ.ટુ ડે.મેયર હસમુખ વ્યાસ, તેમજ ભાજપ અગ્રણી મનસુખભાઈ જાદવ, વિનુભાઈ તળપદા, દેવજીભાઈ ખીમસુરીયા, ભરતભાઈ મકવાણા, વલ્લભભાઈ દુધાત્રા, બાબુભાઈ વેકરીયા, અરવિંદભાઈ દેસાણીયા, અનિલભાઈ મકવાણા, નટુભાઈ મકવાણા તેમજ આ વિસ્તારના ભાઈઓ/બહેનો, સ્કુલના બાળકો ઉપસ્તિ રહ્યા હતા.

આ પ્રસંગે વોર્ડ નં.૦૬માં યોજાયેલ શ્રેષ્ઠ સફાઈ કામદાર હરિફાઈમાં અનુક્રમે ૧ થી ૩ નંબરે વિજેતા બનેલા હંસાબેન જેઠવા, રવજીભાઈ મકવાણા, મીનાબેન પરમાર, વિગેરેનું મેયર, ધારસભ્ય તા પદાધિકારીઓના વરદ હસ્તે સાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી, સન્માન કરવામાં આવેલ. તેજ રીતે ૦ થી ૩ વર્ષના બાળ તંદુરસ્તી હરીફાઈના વિજેતા બાળકો પ્રમ ક્રમે પ્રમ સહદેવ ચારોલીયા, અર્જુન ખેર, દ્રષ્ટી આદોદરિયા, બિલાલ પઠાણ, વિવેકા ભલસોડ, તા ૩ ી ૫ વર્ષના બાળકોમાં અનુક્રમે કાવ્યા ધ્રુવીશા અઘેરા, મિહિર રાઠોડ, ભક્તિ સાનિયા, જેનીલ માલકીયા, દેવાંશી ડાભીને નાની સાયકલ અર્પણ કરી સન્માન કરેલ, તેમજ ફાયર  ઇમરજન્સી સર્વિસીઝના જવાનો કિશોરસિંહ જાડેજા, પરબતભાઈ બાંભવા, વાસુદેવ વ્યાસ, અલ્તાફ રાઉમા, વિપુલ વાળા વિગેરેને શાલ ઓઢાડી મેયરશ્રી, ધારસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, ડે.મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, કમીશ્નર, ડે. કમિશનર વિગેરેના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.