Abtak Media Google News

ભાજપના ઉમેદવારને વિજય બનાવવાના પ્રયાસમાં અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પાયાના પથ્થર સાબીત થયા

કોઈપણ ચૂંટણીઓમાં પક્ષનાં કાર્યકરોની ભૂમિકા અગત્યની બની રહે છે. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં કરણપરા ખાતે આવેલા શહેર ભાજપ કાર્યાલય, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે આવેલા રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાનાં મધ્યસ્થ કાર્યાલય અને જે-તે વોર્ડનાં કાર્યાલય અથવા બૂથ પર કે પ્રેસ કોન્ફરેન્સથી લઈ મીડિયા મુલાકાત દરમિયાન ભાજપનાં કાર્યકરોએ નાના-મોટા કાર્યો કરીને સંકલન અને વહિવટની મહત્વપૂર્ણ કામગીરી ભજવેલી છે. લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક પરથી સમગ્ર ચૂંટણી વ્યવસ્થાને સફળ બનાવતા ભાજપનાં અગ્રણી કાર્યકરો પાયાનાં પથ્થર સાબિત થયા છે.રાજકોટ લોકસભા બેઠકનાં પ્રભારી ધનસુખભાઈ ભંડેરીનાં માર્ગદર્શનમાં રાજકોટ શહેર અને જિલ્લાનાં તમામ કાર્યકરોએ પોતપોતાની જવાબદારીઓની ખૂબ જ સારી રીતે નિભાવી પક્ષને વિજયી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાને વિજયી બનાવવા તેમજ સમગ્ર ચૂંટણી વ્યવસ્થાને સફળ બનાવવામાં ભાજપ કાર્યકરો અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, નીતિનભાઈ ભૂત, વિરેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ જોટાંગીયા, પંજકભાઈ ભાડેશીયા, ભરતભાઈ સોલંકી, જયંતભાઈ ઠાકર, હિતેશભાઈ દવે, માધવભાઈ દવે, રાજનભાઈ ઠક્કર, ચેતનભાઈ રાવલ, કૃણાલભાઈ પરમાર, હરીશભાઈ ફીચડીયા, નલહરીભાઈ પંડિત, રામભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ મારડિયા, વિજયભાઈ મેર, અતુલભાઈ પંડિત, જયસુખભાઈ બારોટ, સંજયભાઈ પરમાર, મનસુખભાઈ પીપળીયા, સમીરભાઈ પરમાર, ભીમજીભાઈ પરસાણા, જયેન્દ્રભાઈ ગોહેલ અને સંજયભાઈ પીપળીયા સહિતનાંઓએ જહેમત ઉઠાવી હતી.

ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા અનિલભાઈ પારેખ કાર્યાલય વ્યવસ્થા માટે હંમેશા માર્ગદર્શક બનીને રહ્યાં છે. બૂથ બેઠકથી લઈ જાહેરસભા સુધી તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા હરેશભાઈ જોષી તથા કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખને લોકસભા ઇનચાર્જ ધનસુખભાઈ ભંડેરી તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સતત માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે. અનિલભાઈ પારેખને ભારતીય જનતા પાર્ટી સાથે કાર્ય કરવાનો વિશાળ અનુભવ હોય તેમણે આ લોકસભા ચૂંટણીમાં દીવાદાંડીરૂપ ભૂમિકા નિભાવી છે.

તેઓ સાતમી લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની ધારાસભાના કાર્યાલય મંત્રી તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યા છે અને જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે પણ કાર્યાલયમંત્રી તરીકેની જવાબદારી અદા કરી ચૂક્યા છે. જનસંઘ વખતથી તેઓ કાર્યકર્તા તરીકે કામ કરતા આવ્યા છે. ૬૮ વર્ષની જૈફ વયે પણ તેઓ પાર્ટીમાં સક્રિયતાથી કામગીરી કરી રહ્યા છે. તેઓને જાહેર ક્ષેત્રમાં કામગીરી કરવાનો ૪૬ વર્ષનો બહોળો અનુભવ છે તથા કાર્યાલય પરિવારને મોટું કરવામાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. ત્યારે ફરી એક વખત તેમણે તેમના અનુભવ થકી પાર્ટી માટે શ્રેષ્ઠ જવાબદારી નિભાવી છે, જે ખરેખર કાબિલેદાદ છે.

આ લોકસભા ચૂંટણીમાં ૨૦૧૬થી શહેર ભાજપ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળી રહેલા હરેશભાઈ જોષીની કામગીરી પણ નોંધનીય અને વખાણવા લાયક રહી હતી. હરેશભાઈ જોષી ૨૦૦૭માં કોર્પોરેશન ભાજપ કાર્યાલયમાં હતા અને મીડિયામાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ આજ સુધી હરેશભાઈ જોષી રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં મંત્રી તરીકેની જવાબદારી સંભળી રહ્યાં છે. આ સિવાય તેઓ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સાથે મીડિયાની કામગીરી પણ સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.