Abtak Media Google News

ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા કેન્દ્રીય ચૂંટણી પંચના ગાંધીનગરમાં ધામા, તમામ જિલ્લાના અધિકારીઓને તેડું

ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા કેન્દ્રીય ચૂંટણી પંચના ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. શનિ- રવિ બે દિવસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે કલેક્ટર, પોલીસ કમિશનર અને એસપી શનિ-રવિ ગાંધીનગરની બેઠકમાં ભાગ લેવા જવાના છે. વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી ગુજરાતની મુલાકાતે પધાર્યું છે. રાજ્યમાં ચૂંટણીને લઈને શુ શુ તૈયારીની પ્રક્રિયા થઈ છે તેની સમીક્ષા કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ શનિ- રવિ બે દિવસ બેઠકો યોજવાનું છે.

આ બેઠકોમાં ભાગ લેવા માટે દરેક જિલ્લાના અધિકારીઓને તેડું મોકલવામાં આવ્યું છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ શનિ-રવિ ગાંધીનગર ખાતેની બેઠકમાં હાજરી આપવાના છે. બીજી તરફ મળતી માહિતી મુજબ ગાંધીનગર ખાતે રાજ્યભરના કલેકટરોની જે બેઠક યોજાવાની છે. તેમાં ચૂંટણી માટે મતદારયાદીની તૈયારી તેમજ સુધારણા અંગેની સમીક્ષાઓ પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત મતદાન મથકોમાં ફેરફાર, સંવેદનશીલ મતદાન મથકો સહિતની વિગતો  ચૂંટણી પંચ દ્વારા ધ્યાને લઈને દરેક જિલ્લાના અધિકારીઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.