રાજકોટ: નોનવેજના હાટડાઓ પર કોર્પોરેશનના દરોડા

ફૂડ લાયસન્સ વિના ધમધમતી બે નોનવેજ રેસ્ટોરન્ટને નોટિસ: ચીકન બિરીયાની, બટર ચીકન, મસાલા પફ અને સેઝવાન પફના નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના રૈયા રોડ, સદર બજાર, ભીલવાસ રોડ પર નોનવેજનું વેંચાણ કરતી 17 હોટલ-રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ લાયસન્સ વિના ધમધમતી બે રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી. ચીકન બિરીયાની, બટર ચીકન મસાલા સબજી, મસાલા પફ અને સેઝવાન મસાલા પફના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન 41 કિલો નોનવેજ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા અલગ અલગ 17 નોનવેજ રેસ્ટોરન્ટ અને હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રૈયા રોડ પર એ-1 બોમ્બે ભઠીયારામાં 3 કિલો વાસી ચીકન બિરીયાની, અરેબીયન સોવરમાં 4 કિલો વાસી સોવરમાં, અમદાવાદી તવા ફ્રાઈમાંથી 8 કિલો સડેલી ડુંગળી અને 12 કિલો ચીકન ગ્રેવી, ભાવનગર રોડ પર રોયલ રેસ્ટોરન્ટમાં 4 કિલો વાસી ગ્રેવી, સદર બજારમાં પ્રિન્સ સોવરમામાં વાસી ખબુજ 3 કિલો, જ્યારે ગાઝી નોનવેજમાં ચીકન લોલીપોપ ગ્રેવી રાઈસ સહિત કુલ 7 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. ભિલવાસમાં સાહે આલમ નોનવેજ રેસ્ટોરન્ટને પણ ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી છે.

રૈયા રોડ પર આલ્ફા ફૂડ ઝોન, સાગર એગ્ઝ ઝોન, પરફેકટ આમલેટ, ભિલવાડ રોડ પર બોમ્બે ચીકન બિરીયાની (શાહી રેસ્ટોરન્ટ), રોનક નોનવેજ, સદર બજાર મેઈન રોડ પર સ્પેશિયલ બોમ્બે એ-1 નોનવેજ, બાબજી ગ્રીન કીચન, બિસ્મીલા રેસ્ટોરન્ટ અને નિશાન નોનવેજ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રૈયા રોડ પર નહેરૂનગર મેઈન રોડ પર આઝાદ ચોકમાં આલ્ફા ફૂડ ઝોનમાંથી લુઝ ચીકન બિમરીયાની અને સાગર એગ્ઝ જોન એન્ડ ફેમીલી રેસ્ટોરન્ટમાં બટર ચીકન મસાલામાંથી સબજી, હરીધવા રોડ પર પટેલ ચોકમાં હરી યોગી લાઈવ પફમાંથી પ્રિપેડ લુઝ, પફ માટેનો બટેટાનો મસાલો, ગોંડલ રોડ પર સુર્યકાન્ત હોટલ બાજુમાં કે.કે.લાઈવ પફમાંથી સેઝવાન મસાલા પફનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.