Abtak Media Google News

રંગોળી સ્પર્ધાની વિજેતા ટીમના નામ કર્યા જાહેર: વિજેતા ટીમને રાજકોટ કોર્પોરેશનના અધિકારી, પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છા

28
Rajkot Corporation will award prizes to the winners of the Rangoli Competition

રાજકોટ સમાચાર

રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્ર નગરી દ્વારા દિવાળી ઉત્સવ અનુસંધાને રેસકોર્સ રિંગ રોડ ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવેલ છે. આ ગ્રુપ રંગોળીના પ્રથમ ત્રણ વિજેતા ટીમોને રૂપિયા 15,000/- નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તેમજ ગ્રુપ રંગોળીની અન્ય ત્રણ વિજેતા ટીમને રૂપિયા 5000 /- નો પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવશે.વ્યક્તિગત સ્પર્ધા  નાગર પ્રિયંકા , નિશા કારિયા, અંજના પડીયા, તુલસી કાલારિયા,  દિવ્યેશ પરમાર,  બ્રિજ પરમાર, નિકિતા પટેલ, અંકિતા સોલંકી, દેવલ ગઢવી, પાર્થ મકવાણા, સીધરાજસિંહ ઝાલા, દીપ્તિ આરડેસના, મહેશભાઈ પીઠળિયા, અમૂલભાઈ કંજારીયા,વ્યક્તિગત સ્પર્ધા પ્રથમ 14 સ્પર્ધકોને રૃપિયા 5000/- પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રંગોળી સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે  મુકેશભાઈ વ્યાસ, ચૈતન્યભાઈ વ્યાસ, હરેશભાઇ બડેલિયા, પ્રદીપભાઈ દવે, એમ.યુ.ચૌહાણ, વલ્લભભાઈ પરમાર,  નલીનભાઇ સૂચક, અસિતભાઈ ભટ્ટ,  મુકેશભાઈ ડોડીયા,  કિશોરભાઈ કામાની,  રૂપલબેન સોલંકી અને  જયશ્રીબેન રાવલે સેવા આપી હતી.

ઉપરોક્ત તમામ વિજેતાઓને અલગથી જાણ કરી પુરસ્કાર વિતરણ કરવામાં આવશે. અંગે વિજેતા સ્પર્ધકોને જાણ કરવામાં આવશે.  સ્પર્ધકોના વિજેતા થનારનેમેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.

ગ્રુપ રંગોળી પ્રથમ ત્રણ વિજેતા ટીમ

  1. ધ્રુતી હરસોડા એન્ડ ટીમ
  2. અંકિતા યાદવ એન્ડ ટીમ
  3. કલ્પિત ટાંક એન્ડ ટીમ

ગ્રુપ રંગોળીની અન્ય ત્રણ વિજેતા ટીમ (પ્રોત્સાહન પુરસ્કાર)

  1. રિદ્ધિ કામાણી એન્ડ ટીમ
  2. ડો. રેણુકા ચાવડા એન્ડ ટીમ
  3. ચાર્મી અગ્રવાલ એન્ડ ટીમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.