રાજકોટ કોર્પોરેશન પ્રથમવાર મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ સાઇટના કોન્ટ્રાક્ટ આપશે

104 હોર્ડિંગ્સ બોર્ડ, ત્રણ ગેન્ટ્રી બોર્ડ અને 2918 કિયોસ્ક બોર્ડ માટે ટેન્ડર પ્રસિધ્ધ

કોર્પોરેશન દ્વારા પ્રથમવાર 30 બાય 15 ફૂટના મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ સાઇટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. હોર્ડિંગ્સ બોર્ડ ઉપરાંત ગેન્ટ્રી બોર્ડ અને કિયોસ્ક માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જે 24મી ઓગસ્ટ સુધી ભરી શકાશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અલગ-અલગ 104 લોકેશનમાં 10 બાય 20, 20 બાય 10 અને 30 બાય 15 ફૂટના હોિંર્ડંગ્સ બોર્ડ, રોડની પહોળાઇ મુજબ ત્રણ લોકેશનમાં ગેન્ટ્રી બોર્ડ અને 56 રોડ પર 3 બાય 5 ફૂટના 2918 કિયોસ્ક બોર્ડ આપવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. જેમાં પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને ઉંચો ભાવ ભરનારને આ કોન્ટ્રાક અપાશે. કિયોસ્ક બોર્ડનો કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. આટલું જ નહિં આમ્રપાલી બ્રિજ સાઇટ માટે જાહેરાતના રાઇટ્સ આપવામાં આવશે. ટેન્ડરની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ નિયત કરાઇ છે.