Abtak Media Google News

સિદ્ધિ વિનાયક મંદિરમાં સુવર્ણ દ્વાર અર્પણ કરી વિશિષ્ટ રીતે જન્મદિવસની ઉજવણીની કુંડલિયા પરિવારની પરંપરા જળવાય

Img 20210330 Wa0011

રાજકોટ ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજરોજ મંદિરના ગર્ભ ગૃહના દરવાજાને સુવરણથી મઢવામાં આવ્યો હતો. જેનો તમામ ખર્ચ કે.કે. હોટેલના મલિક કિરીટભાઈ અને પરિવારે ઉપાડ્યો હતો. કિરીટભાઇ પુત્ર કાર્તિકના જન્મદિન નિમિતે પરિવાર દ્વારા આ શુભકાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના દરવાજાની કામનો સુવર્ણથી મઢવાનું કામ જે કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું તે કારીગરોએ દ્વારકા મંદિર, સોમનાથ મંદિરમાં પણ સુવર્ણનું કામ કર્યું હતું. આ કામ પૂર્ણ કરતા મારીગરોને દોઢથી બે મહિના જેટલો સમય લાગ્યો હતો.કાર્તિકભાઈ કુંડળલીયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને અને મારા પરિવારને આ શુભ અવસર મળ્યો છે. તે

Img 20210330 Wa0005 1

ગણપતિ બાપાના આશીર્વાદ છે. જે સુવર્ણ દ્વાર છે. તે બનવવા માટે જે કારીગરો હતા તે કારીગરો એ દ્વારકા, સોમનાથમાં પણ કામ કરેલ છે.જે બનાવવા માટે 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. કિરીટભાઈ કુંડલીયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી ગણપતિ જીનું સૌરાષ્ટ્ર અને રાજકોટમાં આવેલું એક માત્ર મંદિર એટલે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર છે. અહીં લોકોની શ્રદ્ધાનું એક માત્ર સ્થળ આ છે. અહીં અનેક સેવા કર્યો થાય છે. અહીં જે કાય અનુદાન આવે છે. તે જનાના હોસ્પિટલમાં અને સલ્મ વિસ્તારમાં આપવામાં આવે છે. શસ્ત્રી કનૈયાલાલ ભટ્ટે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કિરીટભાઈ કુંડલીયા અને તેમના પરિવાર દ્વારા અનેક પ્રકારના દાન ધર્મ અપવામાં આવે છે. કિરીતભાઈએ તમના પત્નીના જન્મદિવસે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર અહીં બનતા લોકને મુંબઈ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે જવાની જરૂર રહેતી નથી. મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર જેવુજ ભવ્ય અને વિશાળ મંદિર છે. ત્યારે કિરીટભાઈના પુત્ર કાર્તિક ભાઈના જન્મ દિવસ નિમિત્તે મંદિરના દ્વાર સુવર્ણ એટલેકે સોનાથી મઢી દેવામાં આવી છે. જે કારીગરોએ સોમનથ અને દ્વારકાના મંદિરને સુવર્ણથી મઢયું છે. તેજ કારીગરો એ મંદિરના દ્વાર સુવર્ણથી મઢવામાં આવ્યા છે. હેલીબેને અબતક  સાથે વાત કરતા જણાવ્યું હતું કે કુંડલીયા પરિવારના પુત્ર એવા કાર્તિકના જન્મદિવસે તેમના પરિવાર દ્વારા આ સિદ્ધિ વિનાયક મંદિરના દ્વારને સોનાથી મઢવામાં આવ્યા છે. ત્યારે કુંડલીયા પરિવારને ખૂબ ખૂબ શુભકામના અને પરિવાર આવાજ સેવાના કર્યો કરતા રહે તેવી શુભકામના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.