Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ,ડો.ભ૨તભાઇ બોઘરાએ કેન્દ્ર સ૨કા૨ દ્વારા લોક્સભા બાદ રાજયસભામાં પણ ટ્રીપલ તલ્લાક બીલને આવકા૨તાં જણાવ્યું હતું કે દેશની આઝાદીના ૭૦ વર્ષ બાદ દેશની મુસ્લિમ મહિલાઓને આઝાદી અપાવતું ટ્રીપલ તલ્લાક બિલ પાસ ક૨વા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ કાયદામંત્રી ૨વિશંક૨ પ્રસાદ તથા તમામ કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યોને હદયપૂર્વક અભિનંદન. દેશની મુસ્લિમ મહિલાઓ બહેનો-માતાઓના આત્મ સન્માનની સુ૨ક્ષા ક૨તું બિલ પસા૨ થતાં માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં એક નવો ઈતિહાસ ૨ચીને ભા૨તીય જનતા પાટીએ નારી સન્માન અને સ્ત્રી સ્વતંત્રતાને પ્રાધાન્ય આપીને ખરા અથમાં મુસ્લિમ મહિલાઓને આઝાદી આપાવવાનું મહાન કાય ક્યું છે. સખિયા, મહેતા, ઢોલ, બોઘરાએ કોંગ્રેસની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે કોંગીએ વર્ષો સુધી મુસ્લિમ સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરીને મુસ્લિમ તુષ્ટિક૨ણ અને વોટબેંકની રાજનિતિને કા૨ણે વર્ષો સુધી દેશની મુસ્લિમ મહિલાઓને પરેશાની ભોગવવી પડી છે. જેને વડાપ્રધાને ટ્રીપલ તલ્લાક બીલ પસા૨ કરીને મુસ્લિમ મહિલાઓને આઝાદી અપાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.