Abtak Media Google News

વિધાનસભાની આઠ બેઠકો દીઠ દરેક બેઠકમાં એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથકનું આયોજન

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ને લઈને મતદાતાઓ લોકશાહીના પર્વમાં જોડાય તે માટે મતદાન મથકોને લઈને વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

જે અનુસંધાને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણની જાગૃતિભર્યા સંદેશા સાથે જિલ્લાની 8 વિધાનસભાની બેઠકોમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની રચના કરવામાં આવશે. જિલ્લાની 8 વિધાનસભા બેઠક દીઠ દરેક બેઠકમાં એક પ્લાસ્ટીકમુક્ત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતવિસ્તાર અન્વયે  68 – રાજકોટ ઈસ્ટ ઝોનમાં ભાવનગર રોડ ખાતેની ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના રૂમ નંબર 1, 69 – રાજકોટ વેસ્ટ ઝોનમાં આવેલા રૈયા ખાતેના આર.એમ.સી. વોર્ડ નંબર 1, 70 – રાજકોટ સાઉથ ઝોનમાં અંબાજી કડવા પ્લોટમાં આવેલી આર.એમ.સી. સ્કૂલ નંબર 69ના નવા બિલ્ડીંગના રૂમ નંબર 03, 71 – રાજકોટ ગ્રામ્યમાં 7 – રામનગર પ્રાથમિક શાળાના રૂમ નં.1, 72 – જસદણમાં 102, ચિતલીયા નવી પ્રાથમિક શાળા, અર્જુન બ્લોક, ચિતલીયા, 73 – ગોંડલમાં 107 – અટલ જનસેવા કેન્દ્ર, જેલ ચોક, ગોંડલ, 74 – જેતપુરમાં 131 – કાગવડ – 2, પ્રાથમિક શાળા, કાગવડ, 75 – ધોરાજીમાં ઉપલેટાની ટી. જે.ગર્લ્સ હાઈસ્કુલ, ઉપલેટા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

  • જિલ્લાભરમાં મતદાન જાગૃતિ સંદેશ ફેલાવશે “અવસર રથ”
  • દરેક વિધાનસભા મતવિસ્તારમાં ફરીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરશે

Img 20221108 Wa0011

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા “અવસર રથ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે 03 નવેમ્બરથી શરૂ થયેલ આ “અવસર રથ” 09 નવેમ્બર સુધી “સ્વીપ” વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે  રાજકોટ જિલ્લાનાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસો કરશે.

જે અંતર્ગત ગઈકાલે ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં અવસર રથે ભ્રમણ કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. જ્યારે આજરોજ જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ સંદેશ ફેલાવશે અને આવતીકાલે ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં ફરીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરશે.

લોકશાહીના આ અવસરે સમાજનાં દરેક વર્ગનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તથા વધુને વધુ લોકો મતદાન પરત્વે જાગૃત બને તે હેતુસર અવસર રથ દ્વારા સવારથી સાંજ સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે. ખાસ કરીને જાગૃતિ ભર્યા પેમફ્લેટના વિતરણ સાથે ઓછું મતદાન થતાં હોય તેવા વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ પ્રયાસો “સ્વીપ” દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

  • કલેકટર કચેરીમાં મીડિયા ક્ધટ્રોલ રૂમ કાર્યરત: 3 ટીમો દ્વારા 24 કલાક દેખરેખ

Img 20221108 Wa0010

વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે. જે અન્વયે કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે મીડિયા ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 3 શિફ્ટના આયોજન સાથે આશરે 45 લોકોના સ્ટાફ થકી 24 કલાક મીડિયા ક્ધટ્રોલ રૂમમાં ઇલેક્ટ્રોનિક માધ્યમોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ મીડિયા ક્ધટ્રોલ રૂમમાં કામગીરી પુરી સજ્જતા સાથે કામગીરી થઈ રહી છે, અને એક પણ પ્રકારના પેઇડ ન્યુઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્ચિત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.