Abtak Media Google News

રાજકોટ હાલાકી શ્રીમાળી સોની સમાજ દ્વારા આવતીકાલે તા.૧૧ને રવિવારે દરબારગઢ, સોની બજાર ખાતે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં પાંચ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે ક્ધયાઓને ૧૨૫ આઈટમો દાતાઓ તરફથી ભેટમાં અપાશે.

રાજકોટ હાલારી શ્રીમાળી સોની સમાજના પ્રમુખ અશોકભાઈ ઝીઝુંવાડીયા તથા ઉપપ્રમુખ ભાયાભાઈ સાહોલીયાના સહયોગથી પાંચ ક્ધયાઓનાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેનો તમામ ખર્ચ આણુ પરિયાણું સોના ચાંદીની આઈટેમ્સ પણ તેમના તરફથી આપવામાં આવશે.

કંકોતરી તથા ભોજન પાસ વિનામૂલ્યે આપવામા આવશે. આ પ્રસંગે ઉદઘાટક અશોકભાઈ ઝીંઝુવાડીયા તથા પ્રભુદાસભાઈ પારેખ શિલ્પા લાઈફ સ્ટાઈલ દ્વારા કરવામાં આવશે. ગૃહશાંતીના યજમાન અ.સૌ પૂજાબેન સંજયકુમાર માંડવીયા, તથા અ.સૌ. હીનાબેન પંકજભાઈ સાહોલીયા છે આ પ્રસંગને સફળતાપૂર્વક યોજવા માટે ક્ધવીનર હરેશભાઈ સાહોલીયા, મુકેશભાઈ લાઠીગરા, મથુરાદાસ ધંધુકીયા, હર્ષદભાઈ ચોકસી, તથા દિલીપભાઈ રાજપરા જહેમત ઉઠાવી રહ્યા છે. સમુહ લગ્નોત્સવમાં મંડપ તથા લાઈટ ડેકોરેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સમુહ લગ્નોત્સવ તા.૧૧.૩ રવિવાર દરબારગઢ ખાતે રાખેલ છે. ભોજન સમારંભના સંપૂર્ણ દાતા ગં.સ્વ. હંસાબેન મથુરદાસ ઝીંઝુવાડીયા હ.અશોકભાઈ મથુરદાસ ઝીંઝુવાડીયા છે. તેવું અબતકની મુલાકાતે આવેલા મુકેશભાઈ લાઠીગ્રા, મથુરદાસ ધંધુકીયા, હસમુખભાઈ સાહોલીયા, હર્ષદભાઈ ચોકસી અને અશ્ર્વીનભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.