Abtak Media Google News

વિશ્વને પ્રદુષણ નિવારણનો નવિતમ રસ્તો ચિંધનાર પ્રિન્સ અકબરી આફ્રિકા ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે: ‘અબતક’ને આપી વિશેષ મુલાકાત

ધોળકિયા સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં ધોરણ-૯માં અભ્યાસ કરતા પ્રિન્સ પ્રવિણભાઈ અકબરી અને સિદ્ધાર્થ રામસિંહ ભેટારીયાએ સાથે મળીને કાર્બન ઈન્ક તૈયાર કરેલ છે. આ માટે તેમણે વાહનનાં સાયલેન્સરમાં તેમજ ફેકટરીની ચિમનીમાં બળતણના દહન બાદ જમા થયેલ નકામી કાર્બન ડસ્ટ (કાર્બન પાઉડર)નો ઉપયોગ કરી બ્લેક ઈન્ક તૈયાર કરેલ છે. આ માટે તેમણે વિવિધ પ્રકારના ખાદ્ય તેલ જેવા કે કપાસીયાનું તેલ, મકાઈનું તેલ, રાયડાનું તેલ, સીંગતેલ, રાઈઝ તેલ તેમજ વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કર્યો હતો. અનેકવિધ પ્રયોગો બાદ કાર્બન કણને ઓગાળવા માટે સનફલાવર ઓઈલ (સુર્યમુખી તેલ) વધુ સક્ષમ જણાયું. આથી ૮/૫નું પ્રમાણમાં સનફલાવર ઓઈલ અને કાર્બન કણના ઉપયોગથી બ્લેક ઈન્ક તૈયાર કરવામાં આવી. આ ઈન્ક કેલિગ્રાફી તરીકે ઉપયોગી છે. તેમજ વધુ ફાઈનપાર્ટીકલ મેળવ્યા બાદ ભવિષ્યમાં વિવિધ કલર પેન જેવી કે સ્કેચપેન, માર્કર પેન, બોલપેન તેમજ પ્રિન્ટીંગ ઈન્ક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે.

આ માટે તેઓએ સૌપ્રથમ ફેકટરી અને ગેરેજમાંથી નકામા કાર્બન પાર્ટીકલ એકત્ર કર્યા અને ગ્રાઈન્ડર તેમજ ફિલ્ટર દ્વારા ૨.૫ પીએમ (૦.૦૦૦૦૦૦૨૫ એમ.એમ)ના ફાઈન પાર્ટિકલ્સ મેળવ્યા અને નાઈટ્રિક એસિડની મદદથી તેમાં રહેલ અન્ય ધાતુકણોની અશુદ્ધિ દૂર કરી ત્યારબાદ સુર્યમુખી અને શીંગતેલના યોગ્ય મિશ્રણમાં તેને દ્રાવ્ય કરી ઈન્ક તૈયાર કરી. આ ઈન્ક હાલ કેલિગ્રાફી ઈન્ક તરીકે વાપરી શકાય છે. તેમજ પ્રિન્ટીંગ ઈન્ક તરીકે પણ વાપરી શકાશે. પ્રિન્સ અને સિદ્ધાર્થ વધુ પ્રયત્નો દ્વારા ક્ધડકટીવ ઈન્ક બનાવવા માટે સોડિયમ સિલિકેટ સાથે સંશોધન કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કાગળ ઉપર કે પૂંઠા પર પણ જાતે ઈલેકટ્રોનીક સર્કિટ તૈયાર કરી શકાય.

આ પ્રોજેકટની અગત્યતતાને ધ્યાને લઈ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ આફ્રિકા ખંડના ટયુનિશિયા દેશમાં યોજાનારા ઈન્ટરનેશનલ ફેસ્ટીવલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન ટયૂનિશીયા-૨૦૧૮માં સમગ્ર જગતના ૩૦થી વધુ દેશો વચ્ચે રજુ થવા જનાર છે ત્યારે સમગ્ર ભારતમાંથી એક માત્ર ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી પ્રિન્સ અકબરી ભારતનો ઝંડો લહેરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત ૧૪ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિજ્ઞાનમેળામાં રાજકોટને ચમકાવતા ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકોને શાળાના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયા તેમજ સમગ્ર સ્ટાફ લાખ-લાખ અભિનંદન પાઠવે છે તેમજ વિદ્યાર્થી સમુદાયમાં પણ હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે. આ પ્રોજેકટ રજુ કરવા અકબરી પ્રિન્સની સાથે વિરલભાઈ ધોળકિયા અને પુજાબેન ધોળકિયા આફ્રિકા જશે. આ પ્રોજેકટને બનાવવા માટે કલ્પેશભાઈ કોઠારીએ પ્રિન્સ અને સિદ્ધાર્થને માર્ગદર્શન પુરુ પાડેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.