Abtak Media Google News

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બેકાબૂ કારે ત્રણ વાહનોને ઉલાળી પેટ્રોલ પંપમા ઘૂસી ગઇ હતી. ફ્યૂલ મીટરને પણ ઉલાળ્યું હતું. સદનસીબે કોઇ મોટી જનહાનિ થઇ ન હતી. પરંતુ કાર પડીકુ વળી ગઇ હતી અને એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પેટ્રોલ પૂરાવતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા બેકાબૂ કાર પેટ્રોલ પંપમાં ઘૂસી તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.

Advertisement

કાલાવડ રોડ પરની ઘટના

કાલાવડ રોડ પર આત્મિય કોલેજ પાસે આવેલા પેટ્રેલ પંપ પાસે આજે એક બેકાબૂ કાર જીજે 03 એચકે 2544 નંબરની કારે બે રિક્ષા અને એક કારને પણ અડફેટે લીધા હતા અને પેટ્રોલ પંપમા ઘૂસી ગઇ હતી. ત્યાં પેટ્રોલ પૂરાવાના મશીનને ઉલાળ્યું હતું. કારનો આગળનો ભાગ પડીકુ વળી ગયો હતો. જો કે ત્યાં પેટ્રોલ પૂરાવતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગઇ હતા અને મોટી દુર્ઘટના બનતા અટકી હતી. જો કે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ તો પોલીસ દોડી ગઇ છે અને કારચાલકની પૂછપરછ કરી પંપ સંચાલક ગુનો નોંધે તે દિશામા પૂછપરછ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.