Abtak Media Google News

ડિસેમ્બર-2021 સુધીમાં નવું ઇગ્નુનુ સેન્ટર ધમધમતું થશે: અદ્યતન લાઇબ્રેરી, લેબ, સુવિધાસભર ઓફિસો સહિતની મળશે સુવિધાઓ

ઇગ્નુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નાગેશ્ર્વર રાવ, ઉપકુલપતિ પ્રો.તકવકાંત અને ડાયરેકટર એમ. શાંમૃગલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ત્યાર સુધી ઇન્દીરા ગાંધી ઓપન યુનિ. સૌરાષ્ટ્ર યુનિ.માં બેસતી હતી જોકે હવે ઇગ્નુ યુનિ. ને 8.77 કરોડની ગ્રાન્ટ અને રાજકોટના કણકોટ નજીક 2 એકર જગ્યા મળતા અગામી 1 વર્ષમાં ઇગ્નુનુ નવુ સેન્ટર સ્થપાશે. જે માટે રવિવારે કણકોટ  ખાતે દિલ્હી ઇગ્નુ યુનિ. ના કુલપતિ પ્રો. નાગેશ્ર્વર રાવ, ઉપકુલપતિ પ્રો. તકવકાંત અને ડાયરેકટર એમ. શાંમૃગલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં ખાતમુહૂત કરવામાં આવ્યુ હતુ.

Advertisement

Vlcsnap 2021 03 15 11H39M53S021

રાજકોટ ઇન્દીરા ગાંધી યુનિ.ના ડાયરેકટર ડો. રૂપલ કુબાવતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રવિવારે ર્ઇગ્નુ યુનિ.ના નવા  બિલ્ડીગનું ખાતમુર્હૂત ડીઝટલ પ્લેટફોર્મ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાના હસ્તે કરવામાં આવ્યું સાથોસાથ ખાતમૂહૂર્ત વખતે દિલ્હી ઇગ્નુ યુનિ.ના કુલપતિ, ઉપકુલપતિ સહિતનાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે 8.77 કરોડના ખર્ચે તૈયાર થનાર નવુ ઇગ્નુનુ સેન્ટર ખુબ જ અધતન હશે. રાજકોટના કણકોટ ખાતે આગામી ડિસેમ્બર 2021 સુધીમાં આ સેન્ટર ધમધમતુ થઇ જશે. હાલ ગુજરાત અમદાવાદ અને રાજકોટ ખાતે ઇગ્નુ યુનિ. ના સેન્ટરો આવેલા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દીવના વિદ્યાર્થીઓને આ સેન્ટરનો મોટા પ્રમાણમાં ફાયદો થશે. અમારો ઉદેશ એક માત્ર એ જ છે કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ અમારી ઓપન યુનિ.માં શિક્ષણ મેળવી આગળ વધે. તાજેતરમાં જ નેક દ્વારા ઇન્દિરા ગાંધી ઓપન નેશનલ યુનિ.ને એ ++ ગ્રેડ આપવામાં આવ્યો છે. અને હવે રાજકોટમાં ઇગ્નુનુ નવુ સેન્ટર લાઇબ્રેરી, લેબ અને અધતન ઓફિસથી સજજ હશે.

Vlcsnap 2021 03 15 11H40M35S660

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલે શુભેચ્છા પાઠવી

ઇગ્નુના રાજકોટ રીજીનલ સેન્ટલ બાબતે આજે કેન્દ્ર મંત્રી રમેશ પોખરીયાએ શુભેચ્છા પાઠવી હતી. આ સેન્ટલથી જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિતના પંથકના વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે. આ તકે ઇગ્નુના વાઇસ ચાન્સલર નાગેશ્ર્વર રાવએ પણ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.