Abtak Media Google News

કોરોના મહામારીને ડામવા માટે કલેકટર દ્વારા લેવાયો નિર્ણય: વિવિધ કમીટી બનાવાઈ

કોરોના વાયરસના સંક્રમણના સતત વધી રહેલા કેસ સામે સ્થાનિક તંત્ર ઘણા સમયથી હરકતમાં આવી ગયું છે. ઓક્સિજન અને રેમડેસીવીર સહિતનો પુરવઠો પુરો પાડવા તિવ્ર પગલા લેવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોમાં હવે રસીકરણ ઉપર તંત્રનું સમગ્ર ધ્યાન કેન્દ્રીત છે. રસીકરણને વેગવંતુ બનાવવાના આશયથી હવે જ્ઞાતિ-સમાજની વાડીઓમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન ઘડી કાઢવામાં આવશે.

રાજકોટમાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે કમીટી રચાઈ ચૂકી છે. આ ઉપરાંત ઓક્સિજનના અભાવે જીવન મરણ વચ્ચે જોલા ખાતા લોકોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યાં છે. જો કે અત્યાર સુધીમાં સરકારે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. પરિણામે ભવિષ્યમાં ઓક્સિજન કે તેના સંબંધીત કોઈપણ જાતની માથાકૂટ રહેશે નહીં.

દર્દીઓને ટૂંકાગાળામાં ઓક્સિજન મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. આ ઉપરાંત કલેકટરે ઓક્સિજન ઉત્પાદન એકમોથી માંડી રીફલીંગ સુધીના નેટવર્ક પર વોચ રાખવા માટે પણ ખાસ કમીટી બનાવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં જ્ઞાતિ સમાજની વાડીઓ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાવા જઈ રહ્યાં છે. જેના માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા તડામારી તૈયારીઓ ચાલી રહી છે.

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ઘરે જ સારવાર લઈ રહેલા કે હોમ આઈસોલેશન હેઠળ હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન સીલીન્ડર રીફીલીંગની અલગ અને હોસ્પિટલ સપ્લાય કરવા માટે ઓક્સિજનના ટેન્કર ભરવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ પર રીફીલીંગ માટે આવતા સીલીન્ડરમાં જરૂરીયાત મુજબ રીફીલીંગ કરી આપવાની સુચના આપવામાં આવી છે. એકંદરે તંત્રએ દાખવેલી હરકતના કારણે નજીકના ભવિષ્યમાં જ પ્રાણવાયુનો પ્રશ્ર્ન ઉકેલાશે તેવી શકયતા છે. દેશમાં એકાએક કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસમાં લાખો લોકો સપડાઈ ગયા છે. આવી સ્થિતિમાં કોરોના મહામારીને રોકવા માટે વેક્સિનેશન જ યોગ્ય ઉપચાર છે. આગામી તા.1લી થી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિનેશન આપવાની તૈયારી થઈ રહી છે. રાજકોટમાં પણ કલેકટર અને મહાનગરપાલિકા આ બાબતે ચોકકસાઈ દાખવી રહ્યાં છે. રસીકરણ કેન્દ્રને સજ્જ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3 કરોડ લોકોએ વેક્સિનેશન માટે નોંધણી કરાવી છે. હજુ આરોગ્ય સેતુ એપ્લીકેશન અને વેબસાઈટ ઉપર સતત નોંધણીનો ધોધ વહી રહ્યો છે. આવી સ્થિતિમાં કલેકટર તંત્ર દ્વારા તબક્કાવાર પગલા લેવામાં આવે છે.

અત્યાર સુધી મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવતું હતું. જો કે વધુને વધુ લોકોએ રસીકરણ માટે ઉત્સાહ દર્શાવતા હવે આ જગ્યા ટૂંકી પડશે અને નજીકના સમયમાં જ્ઞાતિ સમાજની વાડીમાં વેક્સિનેશન કેમ્પ કરવા પડશે તેવું તંત્રને ફલીત થઈ ગયું છે જેના પરિણામે હવે વેક્સિનેશનને વધુ વેગવાન બનાવવાના આશયથી જ્ઞાતિ જાતિની વાડીમાં જ વેક્સિનેશન કેમ્પ કરવાની તૈયારી ચાલી રહી છે.રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડરની દર્દીઓના સગા સંગ્રહખોરી કરી રહ્યાં છે. ત્યારે ખરેખર જે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળતો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે ઓક્સિજન ઉત્પાદન એકમોથી માંડી રિફીલિંગ સુધીના નેટવર્ક ઉપર વોચ રાખવા એક ખાસ કમિટી બનાવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, વેક્સિનેશન વધારવા જ્ઞાતિ-સમાજની વાડીમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ઘરે જ સારવાર લઈ રહેલા એટલે કે હોમ આઇસોલેશન હેઠળ હોય તેવા દર્દી માટે ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ માટેની અલગ અને હોસ્પિટલમાં સપ્લાય કરવા માટે ઓક્સિજનના ટેન્કર ભરવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રાજકોટમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ પર રિફીલિંગ માટે આવતા સિલિન્ડરમાં જરૂરિયાત મુજબ જ રિફલિંગ કરી આપવા સુચના આપવામા આવી છે.આથી બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ખરેખર જેમને જરૂરિયાત છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે. તો સાથે જ વેક્સિનેશનનું પ્રમાણ વધારવા વધુ એક નવો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મનપાના આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન કરવામાં આવતું હતું. હવેથી જ્ઞાતિ-સમાજની વાડીઓમાં વેક્સિનેશનના કેમ્પ કરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.