Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચોથી લહેરનો પ્રારંભ થઇ ચુક્યો છે તેવા સંકેતો મળી રહ્યા છે. મહાનગરોમાં પણ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે આજ રોજ રાજકોટમાં ૩ વર્ષની બાળકી કોરોના સંક્રમિત થઈ છે. આ બાળકી અમેરિકાથી આવેલી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટની જ્યાં 3 વર્ષની બાળકી સહિત 10 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેમાં અમેરિકાથી આવેલી 3 વર્ષની બાળકી પણ કોરોનાસંક્રમિત થઈ છે. હાલમાં 10 લોકોને કોરોન્ટીન કરવામાં આવ્યા છે. તેઓની પૂરતી સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ તેઓના સંપર્કમાં આવેલા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 કેસ

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે. તેમાંય 4 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 131 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1374 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.